SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ Goo મુનિ કહે છે પ્રભુ! મને પાપનું પ્રાયશ્ચિત આપ. મારાથી આ પાપ સહન નહિ થાય. જે શિક્ષા કરવી હોય તે કરો, પણ પ્રભુ મને પાપમાંથી મુક્ત કરે. આ અયવંતા મુનિએ સિદ્ધાંત નહેતા વાંચ્યા. થેકડા કંઠસ્થ નહોતા કર્યા. રમત રમતાં રમતાં વૈરાગ્ય પામે અને દીક્ષા લીધી હતી. તમે તે કેટલા શાસ્ત્રોનું વાંચન કર્યું. કેટલા સંતેના વ્યાખ્યાન સાંભળ્યા, કેટલું જ્ઞાન મેળવ્યું છે, પણ હજુ તમારા અંતરમાં પાપ ખટકે છે ખરું? ખાતા ખાતા દાંત નીચે પથરી આવી જાય તે તરત જ ખટકે છે. પગમાં નાનકડે કાંટે વાગે હોય તે ખટકે છે. આંખમાં તણખલું પડયું હોય તો તે પણ ખટકે છે, પણ હજુ તમને પાપ ખટકતું નથી. જે આત્માઓને પાપને ડંખ લાગે છે તે સંસારમાં રહી શકતા નથી. ઘણે પુરુષાર્થ કરવા છતાં દીક્ષા ન લઈ શકે તે જ પ્રભાતના પહેરમાં ઉઠી એવી ભાવના ભાવે કે હે પ્રભુ! આ ભવમાં તે દીક્ષા લઈ શકું તેમ નથી, પણ આવતા ભવમાં નવ વર્ષની ઉંમરમાં જ દીક્ષા લેવાના ભાવ આવે. અને સંસાર છોડીને દીક્ષા લેવા નીકળી જાઉં. આવી ભાવના ભાવતાં મૃત્યુ થાય તે બીજા ભવમાં જલ્દી દીક્ષા ઉદયમાં આવે. : અયવંતા મુનિને આટલી લઘુવયમાં ગેડીદડા રમતાં ગૌતમ સ્વામીને જોતાં દીક્ષાના ભાવ એમ ને એમ આવ્યા હશે? પૂર્વભવમાં સાધના કરતાં કરતાં આવ્યા હશે. પ્રભુ કહે, છે, અયવંતા મુનિ! પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ઈરિયાવહી પડિક્કમ. અયવંતા મુનિ ઇરિયાવહી પડિક્કમવા લાગ્યાં. અંતરમાં પશ્ચાતાપને ભઠ્ઠો સળગે. ઈરિયાવહીને એકેક શબ્દ બોલતાં બોલતાં કમરૂપી ઈંધને જલાવીને રાખ કરી નાંખ્યા. ભૂગુ પુરોહિતના મનમાં પણ એમ થયું છે કે આત્મસાધના સાધી લઉં. ખરેખર સંયમ અને તપ દ્વારા આત્માને દમવા જેવો છે. જે તપ ને સંયમ દ્વારા આત્માને નહિ (મું તો નરક અને તિર્યંચગતિમાં વધ અને બંધન દ્વારા આત્માને પરવશપણે દમ પડશે. ઘણું દમન કરવા છતાં આત્મ કલ્યાણ નહિ થાય. સમજણપૂર્વક સંયમ લઈને આત્માને દમીશ તે કર્મોની નિર્જરા થશે. - ટૂંકમાં જે આત્માઓ સરળ છે, તેના અંતરમાંજ ધર્મ ટકી શકે છે. તેના આત્મામાં જ સમ્યકત્વનાં બીજડાં ઉગી શકે છે. પણ જેના હૈયામાં મેહ-માયા અને મમતાએ સામ્રાજ્ય સ્થાપ્યું છે તેને ધર્મ રૂચ નથી. જેને એક વખત જૈન ધર્મની શ્રદ્ધા ન હતી, પુત્રોને કહેતો હતો કે તમે વેદ ભણે, બ્રાહ્મણોને જમાડે, અને સ્ત્રી સાથે સુખે ભોગવી સંતાનની પ્રાપ્તિ કરે. “પુત્રય જતિ ર્નાહિત ” પુત્ર વિના સદગતિ મળતી નથી. આવું કહેનારે ભૂગુ પુરેહિત દીક્ષા લેવા તૈયાર થયે. તે યશાભાર્યાને કહે છે તે પ્રિયાં! તું કહે છે કે તમે સંયમ લઈને પસ્તાશે. મને યાદ કરશે. પણ હું કંઈ એ કાયર નથી, જેને વિષયે તરફ આસકિત હોય તેને ખેદ થાય. હું તે વિષયેથી વિરત
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy