SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ એક આરોપ તે એ, કે તેમણે પ્રજાતંત્રના સ્વામીના હુકમને અનાજ કરીને રાજ્યતંત્રના સંચાલકમાં અવિશ્વાસ વ્યકત કર્યો. બીજે આપે છે કે તેમણે મારા નવયુવકોને બગાડયા આમ છે આપ મૂકીને સોક્રેટિસને કેદ કરવામાં આવ્યા. પરંતુ સિક્રેટિસ સત્ય વાત કહેવામાં કદી પાછી પાની કરતા નહોતા. અદાલતના પિંજરામાં ન્યાયા ધીશ સમક્ષ તેમને ખડા કરવામાં આવ્યા ત્યારે તેમણે પિતાની જુબાની આપતાં કહી : “હું તે ઈશ્વર આજ્ઞામાં માનું છું. અને ઈશ્વર આજ્ઞાથી જ મેં મારા કર્તવ્યનું પાલન કર્યું છે. હું ઈશ્વરાધિકાને મારી અધિકાર કરતાં વધુ માનું છું. જે આપના હાર મારા સત્ય કર્તવ્યને ત્યાગ કરવાની મને સલાહ આપે તે જ મને આ અદાલતમાંથી મુક્તિ મળે એમ કહે, તે પણ હું મારા એ સત્ય કર્તવ્યને ત્યાગ કરવા તૈયાર નથી. કારણ કે આ કાર્ય મને ઈશ્વરે સેપ્યું છે. આપ નામદારે નહિ. મને માન-સન્માનની જરા પણ ઈચ્છા નથી. મૃત્યુ એ કેવી વસ્તુ છે એ હું જાણતો નથી પરંતુ એ સારી વસ્તુ પણ હોઈ શકે છે. હું તેનાથી ડરતા નથી. જે બેઠું છે તેના કરતાં જે સારું છે તેને હું પસંદ કરીશ.” એથેન્સ નગરની રાજસભામાં સોક્રેટિસને વિષપાનની સજા કરી. સજા ખૂબ કઠોર હતે. નિર્દોષ પ્રત્યે એ ચોકખે અન્યાય હતે, છતાં તે મૃત્યુથી ગભરાયા નહિ. મૃત્યુને ટાળીને સત્યને મારવાનું તેમને પસંદ નહેતું. વિષને પ્યાલે હાથમાં લઈને હસતાં મુખે પ્રરાનતાથી તેઓ તેનું પાન કરી ગયા અને સદાને માટે આંખ મીંચી દીધી. આવી જ રીતે ઈસુ ખ્રિસ્તે પણ પોતાના આદર્શો માટે પિતાની જાતનું બલિદાન આપી દીધું હતું. પિતાના મૃત્યુની આગલી રાતે તેઓ બાર શિષ્યો સાથે જમવા બેઠા હતા. પિતાની પતરાળીમાંથી એક કળિયે હાથમાં લઈને તેમણે પિતાના શિષ્ય સામું જોયું અને પછી કહેવા લાગ્યા, હે વહાલા શિ, તમારામાંથી એક જણે મારા પર કોપાયમાન થઈ ગયો છે. ગુરૂના આ વચને સાંભળી સૌને નવાઈ લાગી. બધા એકબીજાના મેં સામું જોવા લાગ્યા. દરેકનું હૃદય ગુરૂ ભક્તિથી ભરપૂર હતું. દરેકે કરૂણ સ્વરમાં પૂછયું. ગુરૂદેવ, શું હું એ શું ? ત્યારે શિષ્યો પ્રત્યે પ્રેમપૂર્ણ દષ્ટિ નાખીને ઈસુ બેલ્યા-નહિ. હું જેને મારા હાથે આ કેળિયે ખવડાવું તે! આટલું કહીને તેઓ એક શિષ્ય પાસે ગયા. એ શિય જ શત્રુઓ સાથે મળી ગયો હતો. તેણે જ પિતાના ગુરૂ ઈસુ ખ્રિસ્તને શત્રુઓને સોંપી દેવાને કોલ આપ્યું હતું. તેના મેંમાં જ ઈસુપ્રભુએ કેળિયે મૂક્યું. છતાં એ હૃદયહીનને કશે વિચાર આવ્યું નહિ. ઈસુએ તેની પીઠ પર પિતાને પ્રેમાળ હાથ ફેરવતાં કહ્યું “યહુઆ' હવે વખત થવા આવ્યું છે. તું તારા કામ પર જા. તે ત્યાંથી ચાલી નીકળે. આમ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy