SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ સમયમાં જેટલાં સંત-સતીઓ કાળધર્મ પામી ગયાં છે તેમની પુણ્યતિથિ તમે દર વર્ષે ઉજવે છે છતાં તમને કેમ અસર નથી થતી? મને તો લાગે છે કે મારા રાજગૃહીના શ્રાવકે લોખંડનું બખ્તર પહેરીને આવે છે. એટલે તમારું હૃદય પીગળતું નથી. હવે તમારે માટે કઈ જાતને ભ સળગાવ કે કંઈક કરતાં તમારું હૃદય (હૈયું) પીગળે! તમને ગળથુથીમાંથી જન ધર્મના સંસ્કાર વારસાગત મળ્યા છે. જ્યારે જસાજીસ્વામીને વારસાગત જિન ધર્મ નહેાતે મળે. છતાં કેવું સુંદર જીવન જીવી ગયા !! લાભુબાઈએ કહ્યું કે એમના અશાતાદનીય કમને ઉદય થયે. ભક્તોની મંડળી એમને મૂકીને રવાના થઈ ગઈ હું તે કહું છું કે એ પવિત્ર આત્માને અશાતાવેનીય કર્મને ઉદય સારા માટે થયે. હળુકમી આત્માઓને માટે અશુભ નિમિત્ત પણ શુભમાં ફેરવાઈ જાય છે. નમિ રાજર્ષિને દાહજવરને રોગ થયો ત્યારે એમની રાણીઓ એમના શરીરે વિલેપન કરવા માટે ચંદન ઘસવા લાગી. એ રાણીઓના કંકણને અવાજ એમના વૈરાગ્યમાં નિમિત્ત બની ગયે. અને એકત્વ ભાવના ભાવી ત્યાગના પંથે નીકળી ગયા. સનકુમાર ચક્રવતિને પિતાના રૂપ માટે ખૂબ ગર્વ હતો. એમના શરીરમાં સેળ રોગો ઉત્પન્ન થતાં ગર્વ ગળી ગયે. રોગનું નિમિત્ત વૈરાગ્યનું કારણ બની ગયું. અનાથીમુનિને શૂળ રોગ ઉત્પન્ન થયે. માતા-પિતા-ભાઈ-બહેનો કઈ રેગ ન મટાડી શક્યાં ત્યારે નિર્ણય કર્યો કે જે મારો રોગ મટી જાય તો સવારમાં જ સ્વજનની આજ્ઞા લઈને ક્ષાન્ત, દાન્ત, નિરારંભી મુનિ બની જાઉં. આ રીતે સંકલ્પ કર્યો અને એમને રેગ ચાલે ગયે ને ત્યાગમાર્ગે ચાલી નીકળ્યા. સગર ચકવર્તિના દોઢ કોડ પુત્ર ગંગા નદીના પ્રવાહમાં ખતમ થઈ ગયા. એ પુત્રને વિયેગ એના વૈરાગ્યનું નિમિત્ત બન્યું. તેમ પૂજ્ય જસાજીભાઈને તાવ ન આવ્યું હતું તે સાથીદારે મૂકીને જાત નહિ અને પુંજાજી સ્વામીને ભેટે ન થાત અને પૂજ્ય જસાજી સ્વામી ગંડલ સંપ્રદાયના તારક પણ ન બનત. તમે પણ કેવાં ભાગ્યવાન છે કે આવા પવિત્ર પુરૂએ રાજકેટની ભૂમિમાં દીક્ષા લીધી છે. આમાંના કેટલાય વૃદ્ધ ભાઈઓએ એ પુરૂષના દર્શન કરેલા હશે. એ પુરૂષ આપણને એ જ વાત સમજાવી ગયાં છે કે ત્યાગ વિના ત્રણ કાળમાં સિદ્ધિ થવાની નથી. તીર્થકરે દીક્ષા લેવાના જ હોય છે. તે પણ જ્યારે તીર્થકરોને દીક્ષા લેવાને સમય થાય છે ત્યારે દે ભગવાનને કહેવા આવે છે પ્રભુ! હવે સંસારની બહાર નીકળે. તીર્થની સ્થાપના કરે. જગતના છ ઉપરથી અજ્ઞાનને અંધારપટ દૂર કરી તેમને સાચો રાહ બતાવે. કયા દે ભગવાનને આ પ્રમાણે કહે છે એ તમે જાણે છે ને? કાંતિક દે આવે છે. એ પણ એક પુન્યાઈની વાત છે. દેવલોકમાં ૬૪ ઈન્દ્રો છે. તેમાં તીર્થકરના જન્મ મહોત્સવ સમયે મેરૂ પર્વત ઉપર સ્નાન કરાવવા લઈ જાય છે. તેમાં પ્રથમ હક્ક અચુત દેવલોકના ઈન્દ્રને છે. અરેન્દ્ર જ તીર્થકરને રનાને કરાવે છે. અયુત દેવકના
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy