SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ (1) અંજુઓ ! એક અપરાધી ઉપર પણ રહેમનજર રાખવી એ સહેલી વાત નથી દુનિયામાં આવા માણસે બહુ જ ઓછા હોય છે. નવકાર મંત્રને પ્રભાવ અજબ છે, નવકાર મંત્રના પ્રભાવના અનેક દુષ્ટતે છે. નવકાર મંત્રને ગણનારા પણ પરમ પદને પામી ગયાં છે નવકાર મંત્ર અનાદિને એને એ જ છે, પણ ગણનારની શ્રદ્ધા ઉપર આધાર રહેલો છે તમે પણ નવકાર મંત્ર ગણતા હશો. પણ ચિત્તની સ્થિરતા ન હોય, હાથમાં માળા હેય અને ચિત્ત તે કયાંય ભમતું હેય. હલ્ય બૂરી ભાવનાના કચરાથી ભરેલું હોય ત્યાં આવે પ્રભાવિક મંત્ર કયાંથી ફળે? કબીરજીએ કહ્યું છે કે માલા ફેરત જુગ ગયા, ગયા ન મનકા ફેર, કરકા મનકા ડારી કે, મનકા મનકા ફેર.” આવી રીતે નવકાર મંત્ર ગણતાં જન્મારે વીતી જવા આવ્યું, પણ મનનું ભટકવાપણું ન ટળે તે ફળ ક્યાંથી મળે? મનને બહાર ભટકતું રાખી માળાના મણકા ગણવા કરતાં મન રૂપી મણકાને જે હાથમાં લઈ લે અર્થાત મનને વશ કરી લે તે જરૂર સાધનામાં સફળતા મળ્યા વિના ન જ રહે. પણ શ્રદ્ધા હોવી જોઈએ. ' આજે માણસમાં શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, નવકાર ગણતાં ફળની માંગણી કરે છે. બસ, પૌગલિક સુખની આશાથી જ નવકાર મંત્ર ગણે છે તે તેનું ફળ એવું જ મળે ને? તમને તો નવકાર મંત્ર ગણવાને ટાઈમ જ ક્યાં છે? કદાચ ગણતા હશે તો સુખની આશાથી ગણતા હશો. અમે તમને પૂછીએ કે શ્રાવકજી! નવકાર મંત્ર ગણે છે? ત્યારે એ જવાબ મળે છે કે સાહેબ! ઘણય નવકાર મંત્ર ગણ્યાં પણ અમને તે કંઈ તિત્વ દેખાતું નથી. યશાની વિનંતી :– ભૂગ પુરહિત બ્રાહ્મણ હતું, છતાં ચારિત્રમાર્ગની એને શ્રદ્ધા થઈ. મુસલમાનને એક જ વખત જૈન મુનિને સમાગમ થતાં નવકારમંત્ર ઉપર અખૂટ શ્રદ્ધા થઈ. પણ વર્ષોથી ઉપાશ્રયમાં બેસતા વીતરાગવાણીનું પાન કરનાર મહાવીરના પુત્રને હજુ જાગવાનું મન થતું નથી. દીક્ષાની વાત આવે ત્યારે કહો છો કે શું કરીએ? શ્રાવિકા રજા નથી આપતાં. પણ ભાઈ ! જેને અંતરંગ વૈરાગ્ય આવે તેને પત્ની-પુત્રો માતા-પિતા કઈ રોકી શકતું નથી. ભૃગુ પુરેહિતને એની પત્નીએ કહ્યું કે સ્વામીનાથ! મળેલાં સુખને છોડીને તમે બીજા સુખ મેળવવા શા માટે દીક્ષા લે છે? આપણે પછી દીક્ષા લઈશું. પણ ભેગુ પુરોહિતે એની વાતને સ્વીકાર ન કર્યો. એણે સામે જવાબ આપ્યો હે યશા! ઘણાં ભોગ ભગવ્યાં. ગમે તેટલાં ભેગે ભેગવીએ તે પણ તૃપ્તિ થવાની નથી. મેં તે ભોગોને છોડ્યા નથી અને યુવાની તે ઝડપભેર ચાલી જાય છે. આત્મ સાધના માટે યુવાવસ્થા જ શ્રેષ્ઠ છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy