SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કે શ્રીમંત બની ગયે! બંધુઓ ! તમને મનગમતી બધી સામગ્રી મળી, પણ હૈયામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી રત્નજડિત પહોંચી સરકી ગઈ છે. તેનું શું ! પેલી પીપરમીટ સમાન તમારા ધન-વૈભવ અને વિલાસે તે થોડા સુખની ખાતર મહામૂલ્યવાન એવી જીંદગી ચાલી જશે, તેનું તમને ભાન છે? આજે ચારે તરફ પુદગલની જ મહત્તા દેખાય છે, પણ મૂળતત્વ તે ગુમ થઈ ગયું છે, માટે મૂળ તત્વની શોધ કરવાની છે. તમારે તેને જાણવાનું છે અને અમાસમાંથી પૂર્ણિમા પ્રતિ પ્રયાણ કરવાનું છે. કૃષ્ણપક્ષનું અંધારીયું પૂર્ણ થતાં અને શુકલપક્ષના અજવાળીયાને ઉદય થતાં સર્વ જગતમાં પર્ણાનંદ રૂપી ચંદ્રમાની કળા સોળે કળાએ ખીલી ઉઠે છે. જગતની અપેક્ષાએ કૃષ્ણ પક્ષ એટલે ક્રમે ક્રમે ચંદ્રમાની કળાને અસ્ત અને શુકલ પક્ષ એટલે ધીમે ધીમે ચંદ્રમાની કળાને ઉદય. જૈન દર્શનના તત્વજ્ઞાનમાં આત્માના ગુણ સાથે આ વાત લાગુ પડે છે. જેના ભ્રમણની મર્યાદા હજુ નક્કી ન થઈ હોય એવા પ્રકારના આત્માને કૃષ્ણ પક્ષ કહેવાય અને જ્યારથી સમ્યકત્વની પ્રાપ્તિ કરે, હૃદયમાં સૂર્યોદય પ્રગટે ત્યારે તે શુકલપક્ષી બન્યા કહેવાય. અબજો ગણું અંધારા કરતાં રતિભાર પ્રકાશ વધી જાય છે. મિથ્યાત્વથી ઘેરાયેલા હૃદયમાં આત્મજ્ઞાનની એક ચીનગારી પ્રગટે તેનું નામ સમ્યક્ત્વ. સમ્યકત્વના કેટલા પ્રકાર છે તે તમે જાણો છો ને! સુસ્વાદાન, ઉપશમ, પશમ, ક્ષાયક અને વેદકઃ તેમાં પશમ, સમકિત ઘણી વખત આવીને ચાલ્યું જાય છે. અને ક્ષાયક સમ્યકત્વ આવ્યા પછી જતું નથી. ભલે ક્ષાપશમ સમકિત આવે ને ચાલ્યું જાય, પણ તે એક વખત પ્રાપ્ત થયા પછી જીવનના જન્મ-મરણના ફેરા નકી થાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી, તે વસી જાય છતાં અર્ધ પદુગલ પરાવર્તનમાં તે અવશય તેને મેક્ષ થઈ જાય, કારણ કે પાછે તે ઠેકાણે આવી જાય. પુગલ પરાવર્તન કેને કહેવાય ? એ તે સૂમ વાત છે. એના કાળની ગણતરી લાંબી છે, પણ ટુંકમાં સમજાવું છું કે અઢીદ્વીપ છે. ઉર્વલક, અલેક અને ત્રી છે લોક એમ ત્રણ લેક છે અને ચૌદ રાજલોક છે. ચોદ રાજ લોકમાં બધું જ સમાઈ જાય છે. આ ચોદ રાજકમાં આ જીવે માથાને વાળ મૂકે તેટલી જગ્યા પણ ખાલી મૂકી નથી. “ ન સા જાઈ ન સા જેણી, ન તં કુલ ન ત ઠાણું” પાંચ જાતિમાંથી એક પણ જાતિ, ૮૪ લક્ષ છવા યોનીમાંથી એક પણ એની, એક પણ કુળ કે સ્થાન આ જીવે સ્પર્યા વિના ખાલી મૂક્યાં નથી, કે જ્યાં આ જીવ અનંતી વખત જ કે મર્યો ન હોય. ચૌદ રાજલકમાં એક ઠેકાણેથી મરીને ભમીને ૭ શ,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy