SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ નરકમાં નારકીઓ ભૂખ અને તરસથી ખૂબ રિબાય છે. અને રડતાં રડતાં બેલે છેહે સ્વામી! અમે બળી જઈએ છીએ, અમને ખૂબ ભૂખ લાગી છે ત્યારે પરમાધામીઓ કહે છે અરે! પાણી લાવે, એમ કહી એમના મેઢા પહેલાં કરી તાંબા અને સીસાને ધગધગતે રસ રેડે છે. ભયંકર દાહથી રાડ પાડીને દુખી થયેલા નરકના જીવો કહે છે બસ બસ, અમારી તરસ મટી ગઈ. હવે અમારે પાણી નથી પીવું. અમને માફ કરે. તે પણું પરમાધામીઓ મેંમાં સાણસાં નાંખી મેં પહેલા કરી, ગળા સુધી નળી ઉતારી એમાં ગરમ ગરમ-હાય જેવા સીસાના રસ રેડી દે છે. અને ભૂખ લાગી હોય તે લે, એમ કહી એના જ શરીરને કાપી એના ટુકડા પકાવીને–તળીને એમને ખાવા આપે છે. આવી અતુલ વેદના એ છે ત્યાં ભોગવે છે. આવા ત્રાસથી કંટાળી નારકીઓ ત્યાંથી ચારે દિશામાં દોડે છે. દેડતાં દોડતાં આગળ જાય છે. ત્યાં પાણીથી ભરેલી નદી જુવે છે. હાશ! હવે પાણી પીને આપણી તૃષા છીપાવશું, અને ઠંડક મેળવીશું. એ નદીને પાણીથી ભરેલી માને છે, પણ એ તે ધગધગતા તાંબાં, સીસા અને પરૂના રસથી ભરેલી હોય છે. તરસ અને ગરમીથી આકુળવ્યાકુળ થયેલા છે શીતળતા મેળવવાની આશાથી એ નદીમાં ઝંપલાવે છે, ત્યાં આખા શરીરમાં ઝાળ ઉઠે છે. નદીના પ્રવાહમાં તણાય છે. એમાંથી નીકળવા પ્રયત્ન કરે છે, પણ જાણે ગુંદરના કીચડમાં ન ફસાઈ ગયા હોય ! તેમ નીકળી શકતા નથી. કેટલાક વખત એ નદીમાં તણાતા તણુતા મહામુશીબતે બહાર નીકળે છે ત્યાં પરમાધામીએ મારે, પકડે. કાપે એવી બૂમે મારે છે. વૈતરણી નદીમાંથી માંડ માંડ બહાર નીકળેલા છ નદીકિનારે રહેલી રેતીને ઠંડી માનીને તેમાં આળોટવા જાય છે, પણ એ રેતી તે ભાડ ભેજાએ ધાણી-ચણુ શેકવા માટે તપાવેલી રેતી કરતાં પણ અનંત ગણું ઉષ્ણ હૈય છે. એ જ એમાં ધાણી ચણાની જેમ શેકાઈને ખાખ જેવા થઈ જાય છે. બંધુઓ ! આ નરકગતિના ત્રાસ જેવા તેવા નથી. આ કંઈ કલ્પિત વાત નથી. આ દુખો ભેગવવાને વખત ન આવે તે માટે ખૂબ સાવધાન રહેજો. આટલાં કષ્ટ જોગવવાથી પણ પતી જતું નથી ઉષ્ણ રેતીમાં શેકાઈ ગયેલા નારક શાંતિ મેળવવા વનમાં દોડે છે. એ સામે, વૃક્ષેથી ભરપૂર દેખાતાં વનમાં દેડે છે. એ વૃક્ષના પાંદડાની ધારે તલવાર અને ભાલા જેવી અદાર હોય છે. જેવાં એ ઝાડ નીચે જઈને બેસે છે તેવા ઉપરથી સીણ ધારવાળાં પાંદડા પડે છે, તેનાથી અંગોપાંગ છેદાય છે. માથું ચીરાઈ જાય છે, ત્યારે બચાવે બચાવે એમ ચીસાચીસ કરે છે. દેડાદોડ કરે છે. પણ એ વિષમ વનમાંથી એકદમ બહાર કયાંથી નીકળી જવાય? એ દેડતાં જાય અને ઉપરથી ધડાધડ શસ્ત્ર જેવાં પત્રો અને ફળે શરીર ઉપર પડે છે. અહીં તે રહેજ કઈ કટુવચન કહે કે કોઈની
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy