SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું નામ સિદ્ધાંત. ઉત્તરાધ્યમન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ અને અધિકાર ચાલે છે. તેમાં બે કુમારે કહે છે કે જે મનુષ્ય ધર્મધ્યાન કરે છે તેના રાત્રિ અને દિવસે સફળ જાય છે. “ કુળમાળ, શાન્તિ ના ” * જે સોનેરી સમય જાય છે તે લાખ રૂપિયા આપવા છતાં પણ પાછો મળતે નથી. આવા અમૂલ્ય સમયને સદુપયોગ કઈ રીતે કરે જોઈએ તેને વિવેક કરે. ભગવાન મહાવીરને આપણને સંદેશ છે કે તે આત્માઓ! તમે માનવભવ પ્રાપ્ત કરીને તમારા અંતરમાં જ્ઞાનને દિપક પ્રગટાવે. આજે આયંબીલની ઓળીને છઠ્ઠો દિવસ છે. આ દિવસોમાં તપ કરીને આત્મા ઉપર જામેલ કર્મને મેલ દૂર કરી, અંતરમાં જ્ઞાનને દિપક પ્રગટાવી આપણા આધ્યાત્મિક જીવનને માર્ગ સરળ બનાવવાનું છે. કારણ કે જ્ઞાનની મશાલ વિના જીવનની અંધારી રાત્રિમાં તમે આગળ વધી શકશે નહિ. અજ્ઞાન અંધકાર સ્વરૂપ છે, જ્યારે જ્ઞાન પ્રકાશ-વરૂપ છે. તમે પ્રકાશ કરવા માટે ફાનસ સળગાવે છે તો તેમાં ફાનસ, વાટ, કેરોસીન, દિવાસળી બધું જોઈએ. લાઈટ કરવા માટે ગ્લેબ, બટન, પાવર વિગેરેની જરૂર પડે છે ત્યારે તમને પ્રકાશ મળે છે, જ્યારે જ્ઞાન એ પ્રકાશ છે કે એને તેલની કે વાટની આવશ્યકતા નથી. જ્ઞાન સ્વતઃ પ્રકાશમાન છે અને અન્ય પ્રકાશની જરૂર નથી. જ્ઞાનને પ્રકાશ તે સૂર્યના પ્રકાશ કરતાં પણ શ્રેષ્ઠ છે. કારણ કે સૂર્ય તે દિવસે જ પ્રકાશ આપે છે જ્યારે જ્ઞાન તે રાત્રે અને દિવસે એક સરખો જ પ્રકાશ આપે છે. સૂર્ય તે પ્રકાશ આંખવાળાને જ આપે છે જ્યારે જ્ઞાન આંખવાળાને જ નહીં પણ આંખ-વગરનાને પણ પ્રકાશ આપે છે. જ્ઞાનના અભાવે આત્મા અનંત કાળથી દુઃખમય સંસારમાં ભમી રહયો છે. એને સ્વપ્નમાં પણ સુખના દર્શન થતાં નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન કહે છે કે – जावन्तऽविज्जापुरिसा, सव्वे ते दुक्खसंभवा । સુષ્પત્તિ વદુતો મૂઢા, સંસારમ વાત ઉ. અ. ૮-૧ અજ્ઞાન એ સર્વ દુઃખનું મૂળ છે. અજ્ઞાની માણસને સત-અસતને વિવેક હેતે નથી. એટલે તે જન્મ-મરણથી નિવૃત્ત થઈ શકતું નથી, એટલે જ દુઃખ પામે છે. અનંત સંસારમાં તે પરિભ્રમણ કરે છે. બંધુઓ ! આધ્યાત્મિક ક્ષેત્રમાં કહો કે વ્યવહારિક ક્ષેત્રમાં કહો પણ જ્ઞાન તે અવશ્ય જોઈશે જ. તમે કઈ પણ જાતને વહેપાર કરશે તો એના વિષયનું જ્ઞાન તે જોઈએ જ ને ? કાપડને વહેપાર કરવો હોય તે કાપડના વિષયને લગતું જે જે જ્ઞાન હોય તે મેળવવું જોઈએ. કરીયાણાને વહેપાર કરવો હોય તે તેનું જ્ઞાન મેળવવું જરૂરી છે. તેમ જ્યાં સુધી દેહના ધર્મનું અને આત્માના ધર્મનું તમને જ્ઞાન નહિ હોય ત્યાં સુધી સાધનાને સ્વાદિષ્ટ રસ કયાંથી ચાખી શકશે?
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy