SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. પોતાની પરવા ન કરી પણ ઉદયનેા વાળ વાંકે ન થાય તે માટે એણે કેટલી કાળજી રાખી. આશાશાહે પણ એને સહકાર આપી પેાતાનું કર્તવ્ય ખરાખર મજાવ્યું. કેત વ્યનિષ્ઠ વ્યક્તિએ કષ્ટના કાંટાથી ડરી જઇને પણ પેાતાના માર્ગ છેડતી નથી. પેાતાની પ્રસન્નતા છેડતી નથી. અને તે કર્તવ્યને કોઈ લેાભ-સ્વાથ કે પ્રત્યેાભનના બદલામાં વેચતી પણ નથી. તમને એમ થશે કે આ તે ઘણાં જુના વખતની વાત છે. પણ હમણાં થાડા વખત પહેલાં ખનેલી એક વાત કહું. એક ડૉકટર ખૂબ હાંશિયાર હતા. એની પાસે સેંકડા દી એ આવતાં હતાં. ડાકટરને જશ પણ સાથે મળતા હતા. અને પોતે સેવા પણ ખૂબ કરતા હતા. દરેક ની એને ખૂબ ધ્યાનથી તપાસતા હતા, અને તે પ્રમાણે ઉપચાર પણ કરતા. દર્દી સાજા થઈને ડોકટરના ખૂબ ઉપકાર માનતા. એક દિવસ એવું બન્યુ` કે ડૉકટર પાસે એક પછી એક દી એ આવતાં ગયા. એ દિવસે ડોકટરને જમવાના પણ ટાઈમ ન મળ્યા. સાંજે થાકયા પાકયા ઘેર આવીને ખુરશીમાં બેઠો છે. એની પત્ની ગરમ ગરમ ચા મનાવી રહી છે. એવામાં એક માણસ દોડતા આવીને કહે છે ડોકટર સાહેબ! મારે એકના એક દીકરા મેડા ઉપરથી પડી ગયા છે, એને માથામાં ખીલેા વાગ્યા છે. લેાહી હાલ્યું જાય છે, આપ જલ્દી પધારો. ત્યારે ડાકટર કહે છે ભાઈ! થાડીવાર એસ. આ ચા થાય એટલે પી લઉં અને હું... ખૂબ થાકી ગયા છું એટલે પા કલાક આરામ કરીને પછી આવું છું. ડોકટરના શબ્દો સાંભળી એની પત્ની સુશીલા કહે છેઃ અહા સ્વામીનાથ! અત્યારે તમને ચા પીવાના કે આરામ કરવાના અધિકાર નથી. એના છેકરા બેભાન થઈ ને પડયા હોય ત્યાં વાર કરાય જ નહિ. આ જગ્યાએ તમારો દીકરો પડી ગયા હૈાત, એના માથામાં ઘા પડયા હોત તેા શુ તમે ચા પીવા રોકાત ખરા ? અત્યારે તો તમારે તરત જ જવું જોઈ એ. અને દર્દીને દર્દીમાં કેમ રાહત થાય એવા ઇલાજો કરવા એ તમારુ કન્ય છે. પત્નીના શબ્દો સાંભળી ડાકટરને પેાતાના કર્તવ્યનું ભાન થયું. ચા પીવાનું એડીને છેકરાને જોવા માટે એના માપની સાથે ગયા અને પેાતાના કર્તવ્યનું પાલન કર્યું. અ'એ! હવે તમે તમારા કતવ્યમાં કેટલા પરાયણ છે. એ જ જોવાનુ રહ્યુ. માનવજન્મ પામીને દરેક મનુષ્ય કર્તવ્યનું પાલન કરવાનુ છે. સંસારમાં રહીને સંસાર અને સયમ અને સાઇડેા તપાસવાની છે. તમારા ચાપડામાં જમા અને ઉધાર અને ખાતા પાડા છે. તેમાં આગળ જમાનું ખાતું અને પાછળ ઉધારનું ખાતુ એવું નથી હતું. પણ જમા અને ઉધાર સામે સામે રાખેા છે. તેમ તમે પણ તમારા જીવનમાં કેટલા ગુણ્ણા અપનાવ્યા છે, કેટલાં શુભ કાર્યાં કર્યાં છે અને કેટલા અશુભ કાર્યોં કર્યાં છે, એના ચાપડો કદી તપાસ્યા છે? તમારા વહેપારના સવાહાથના ચાપડા રાખ્યાં છે, પણ આત્માને માટે એક નાનકડી ડાયરી પણ નથી રાખી. દર વર્ષે નવા ચાપડા લખા છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy