SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ પરંપ જતું નથી. સીતા સેનાના મૃગ ઉપર મેહિત થઈ રામાયણ કાળમાં થનાર એ મહાયુદ્ધની મૂળમાં આ મેહ જ છૂપાયેલે રડ્યો છે. સુવર્ણમૃગને મોહ પણ યુદ્ધની એક ચિનગારી બનીને રહે છે. એના પછી આવે છે રાવણને સીતા પ્રત્યેને મેહ. આમ દરેક યુદ્ધના મૂળમાં ઉંડા ઉતરશે તે એમાં મેહ દેખાશે. પછી ભલેને એ રૂપને મેહ હોય કે પછી ધનને હોય. સંપત્તિ અને સુંદરીને લઈને જ મોટાં મોટાં યુદ્ધો ખેલાયાં છે. જે જે વિશ્વયુદ્ધો થયાં તેમાં નજર નાંખશે તે ત્યાં પણ તમને મેહને ઈતિહાસ જ મળશે. આ માટે મને એક નાનકડું દૃષ્ટાંત યાદ આવે છે. એક વાર એક ગામની અંદર જ્યાં અનેક સંસ્કૃતિઓ ભેગી થાય છે ત્યાં મેળો ભરાયે. એક શેઠ મેળામાં ગયા અને મેળામાંથી માલ ખરીદ્યો. સામાનને પેટીમાં બરાબર પેક કરી દશ મજુરને પેટીઓ ઉપાડવા બોલાવ્યા. દરેક મજૂરના માથે ચાર ચાર પેટીઓ મૂકી. અને શેઠ પિતાના ઘર તરફ રવાના થયા. રસ્તે ખૂબ લાંબે. જેઠ મહિનાને સૂર્ય પિતાના સહસ્ત્ર કિરણે વડે પૃથ્વીને બરાબર તપાવી રહ્યો હતે. આવી પ્રચંડ ગરમીમાં ખાલી હાથે ઘરની બહાર જવાનું મુશ્કેલ બને છે. જ્યારે આ બિચારા મજુરે ચાર ચાર પેટીઓ માથે મૂકી ધોમધખતા તડકામાં રસ્તે ચાલી રહ્યા હતા. અને તેથી સખ્ત ગરમીના કારણે તેમના શરીરમાંથી પરસેવાની ધારાઓ નીતરતી હતી. આખરે મજુરોની ધીરજની હદ આવી ગઈ. તેઓ કહેવા લાગ્યા કે હવે તે ચલાય તેમ નથી. માથે ભારત અને ચાલવું એ બની શકે તેમ નથી. હવે તે એક ડગલું ભરવું પણ મુશ્કેલ છે. જે આપણી આ જ સ્થિતિ રહેશે અને ભાર ઓછો કર્યા વિના ચાલશું તે આપણે અહીં જ ઢગલે થઈને પડી જશું. શેઠે મજુરની આ વાત સાંભળી તેથી તેમનું હદય પીગળી ઉઠયું. કારણ કે મજુરની સ્થિતિને એ બરાબર સમજતે હતો. ગરીબાઈને દુઃખ એણે અનુભવ્યા હતા. એટલે મજુરના દુઃખને સમજી શક્યો. “જેને વીતી હોય તે જાણે રે, અજાણે કઈ ન જાણે રે, કાંટે ખરેખર બેરડી કેરે, હાથમાં વાગ્યું હોય, વાગ્યા વિનાની વેદના રે, જાણી શકે નહીં કેય.” જે જેના ઉપર વીતે છે તે જ જાણી શકે છે. જે હમેંશા મોટરમાં ફરતો હોય તેને પગે કેમ ચલાય એ શું ખબર પડે? જે હમેંશા વિશાળ મહેલે માં વસે છે અને રોજ મિષ્ટાન્ન જમે છે એને ગરીબની જિંદગીને ખ્યાલ કયાંથી આવે? ફટપાથ ઉપર સૂનારને કેવું વીતે છે એ શ્રીમંત શું જાણે! જે માણસે દુખની વેદના ભોગવી છે તે જ બીજા દુઃખીઓના દુઃખને જાણી શકે છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy