SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ છે સમુદ્રને તરવા માટે તે લાકડાની નૌકા જ જોઈએ. કાગળની સુંદર દેખાતી નૌકા તે પિતે ડૂબે છે અને બીજાને ડૂબાડે છે. એ તે શોભાની જ હેય. આગને મોટે ભડકે ચિતરેલ હોય એના ઉપર તપેલી મૂકી દેવામાં આવે તો કંઈ એનાથી રસોઈ તૈયાર ન શ્રાય. એને માટે તે સાચી અગ્નિ જ જોઈએ. તેમ મેક્ષમાં જવા માટે તે સમ્ય પુરુષાર્થ જોઈએ. ઉપચારથી તમે શ્રાવક બની ગયાં છે. તમને કહીએ કે ભાઈ! ૨૪ કલાકમાંથી એક કલાક તે આત્મા માટે કાઢે. એક સામાયિક તે કરે. તે કહે છે કે અમને ટાઈમ નથી. ભાઈ! તમને અત્યારે ટાઈમ નથી તે તમે કયારે ટાઈમ મેળવશે? તમે ગમે તેટલે સંપત્તિને સાગર છલકાવશે, બેંકના ખાનામાં ગમે તેટલા નાણાં જમા કરાવશો પણ તમારી સાથે શું આવવાનું? તમે જ કહે કે અત્યારસુધીમાં તમારા વડવાના વડવા બધું છેડીને ગયા એ કંઈ જ સાથે લઈ ગયા? રાજા-મહારાજા કેઈ કંઇ જ લઈ જઈ શક્યા નથી. તમે નજરે દેખે છે છતાં પણ એની પાછળ જ વળગ્યા રહે છે. આ તમારી કેવી મૂર્ખાઈ છે. તમે જેટલો સમય ધર્મમાં વીતાવશે, જેટલી શક્તિ આત્મ કલ્યાણમાં ખર્ચશે, અને જેટલાં નાણું દાનમાં વાપરશે એ જ તમારી સાથે આવનાર છે. ધમરાધના-દાન–તપ આદિ શુભ કાર્યો કરવા, કરાવવા અને કરનારને અનુમોદના આપવી એમાં જ મહાન લાભ છે. બાકી તો બધું જ અહીં રહી જવાનું છે. ભૃગુ પુરોહિતના બે પુત્રો એના પિતાને કહે છે હે પિતા! આ સંસાર ઘોર દુઃખનું કારણ છે. તેમાં જેઓ કામગથી નિવૃત થયાં નથી, તે લેકે રાત-દિવસ ચિંતામાં શેક રૂપી અગ્નિ વડે બન્યા કરે છે. બીજાઓની ચિંતા કરીને એ વૃદ્ધ થાય છે અને મરણના શરણ થાય છે. आउक्खयं चेव अबुज्झमाणे, ममाइ से साहसकारी मंदे । ચ નો જ પરતપમાળે, બહુ મૂકે રામ? a | સૂયગડાંગ * * આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષય થઈ રહ્યું છે. એમ જેઓ સમજતા નથી અને મારાપણાની બુદ્ધિથી જેઓ વ્યાપારમાં મહાન સાહસ ખેડનારા રાત્રિ અને દિવસ તીવ્ર પરિતાપને અનુભવતા પિતાના ઘેર અજ્ઞાનને લીધે કેટલાક માણસે જાણે પોતે જ અજરામર ન હોય તે રીતે આરંભ-સમારંભાદિમાં પ્રવર્તતા હોય છે. જે માણસને જન્મ-મરણને ડર લાગે છે તે અમુક ઉંમરે આરંભ-સમારંભમાંથી નિવૃત્ત થઈ જાય છે. સર્વથા નહીં તે છેવટે દેશથી પણ નિવૃત્તિ લે છે. સંસારમાંથી નિવૃત્તિ લે તે ધર્મ પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર અને ઉત્સાહ વધતું જાય છે. માટે મનમાં નિરંતર એવી ભાવના ભાવે કે આ મારું શરીર અનિત્ય છે. વૈભવ પણ શાશ્વત નથી. ગમે તેવી ઈષ્ટ વસ્તુઓની મને પ્રાપ્તિ થઈ હોય પણ દરેક પ્રકારની સંપત્તિ અને તે અનિત્ય છે, વિષયજન્ય સુખ તે પણ અનિત્ય છે. દેહ કહે, યૌવન કહે,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy