SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ : પૂજ્ય મહારાજ સાહેબ ડુંગરશીભાઈને કહે છે ભાઈ! તારા બાપુજીનું અકર્ત અવસાન થઈ ગયું છે. તારા ભાઈઓમાં તું સૌથી મોટો દિકરે છે. માટે એ બધાર્મા આશ્વાસન ખાતર તું થોડા દિવસ દીક્ષામાં ફેરફાર કર. ત્યારે સાચે વૈરાગી આમાં કહે છે ગુરૂદેવ ! મારી દીક્ષાની તિથિ નહિ ફરે. મારા પિતાજી ગયા ને કેને ખબર છે કે, નહિ ચાલ્યા જાઉં? આયુષ્યને ભરોસો નથી. મારી ક્ષણ ક્ષણ લાખેણી જાય છે. કાપડ જે દિવસે તેરમું હતું તે જ દિવસે દીકરાએ દીક્ષા લીધી. અઢાર વર્ષની બાળવયમાં રીક્ષણ ૨૯ વર્ષની ઉંમરે દશ વર્ષ સંયમનું પાલન કરીને કામ કાઢી ગયા. એવા દઢ વૈરાગી આત્માઓને જેટો મળ મુશ્કેલ છે. જે વૈરાગ્ય હતો તે જ તેમને વિનય હતે. ખૂબ જ્ઞાન મેળવી તેઓ સુવાસ ફેલાવી ગયાં છે. એ પવિત્ર આત્માને આપણા કટિ વંદન હોને અહીં આ બે બાલુડાઓને વૈરાગ્ય પણ ખૂબ મજબૂત છે. એમના પિતાજીને કે છે બાપુજી! કામગ તે કીચડનાં કૂડા જેવા છે. કીચડથી ખરડાયેલાં કપડાં કીચડૅમન દેવાય. પણ શુદ્ધ જળમાં જ જોવાય નહિંતર ખરડાઈ જાય. તેમ આત્માને કામગ થકી કીચડમાં રગદોળવાથી ઉજજવળ નહિ બને. પણ સંયમના શુદ્ધ જળ વડે જ આત્મા પવિત્ર બનશે. કામભોગે તે અનર્થની ખાણ છે. માટે અમે એમાં નહિ રાચીએ. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાનનં. ૬૫ ભાદરવા વદ ૮ ને બુધવાર, તા. ૨૩-૯-૭૦ અનંત જ્ઞાની, પરમ તારક, વિશ્વવત્સલ, વિભુની વાણી તેનું નામ સિદ્ધાંત. જગતના છના કલ્યાણને અર્થે મહાન પુરૂએ આગમમય વાણી બતાવી. આગમ એટલે અરિસે. જેમ તમારા મુખ ઉપર ડાઘ પડે છે ત્યારે તમે અરિસામાં દષ્ટિ કરીને મુખ ઉપર રહે ડાઘ દૂર કરે છે, તેમ આત્મા ઉપર અનાદિકાળથી રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયાલેભ આદિ કષાયોનાં જે ડાઘ પડી ગયાં છે તેને સાફ કરવાને માટે આગમ રૂપી અરીમની જરૂર છે. અરીસે જેટલે સ્વચ્છ હશે તેટલું તેમાં મુખનું પ્રતિબિંબ પણ સ્વચ્છ પડશે. તેમ તમારું મન જેટલું સ્વચ્છ હશે તેટલું તમે જલદી આત્મદર્શન કરી શકશે. એક વસ્ત્ર ઉપર રંગ ચઢાવ હશે તે તે વસ્ત્રને પણ પહેલાં જોઈને સ્વચ્છ બનાવવું પડશે. વસ્ત્ર જેટલું શુદ્ધ હશે તેટલે તેને રંગ પણ સારે ચઢશે. મેલું હશે તે શા, ૬૦
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy