SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ પડશે. આ સુંદર મનુષ્યને ભવ મિથ્યાત્વમાં રગદોળવા માટે નથી મળ્યું. માટે તમે સર્વજ્ઞના સત્ય વચનમાં શ્રદ્ધા રાખતાં શીખે. અને એ શ્રદ્ધા રાખવામાં તમારે લાખ કે કોડ રૂપિયાનો ખર્ચો કરવાને નથી. જીવ ચાર કારણથી સંસારને ઘટાડે છે. તેમાં સૌથી પ્રથમ જીવ જીવદયા પાળે તો સંસારને ઘટાડે છે. ધર્મરૂચિ અણગારે કીડીઓની તથા બીજા જીવજંતુઓની કરૂણા લાવીને સંસાર પરિત કરી નાંખ્યો. શાંતિનાથ ભગવાનના પૂર્વ ભવમાં મેઘરથ રાજાના જીવે પારેવાની દયા પાળીને સંસારને ઘટાડી નાંખે. તમારે પણ જે સંસારને પરિત કરવું હોય તે તમે જીવ દયા પાળો, બીજા પાસે પળા અને જે પાળતા હોય તેને અનુમોદન આપે. જેનું શરીર કાયમને માટે માંદું રહેતું હોય તે તે જીવે જાણવું જોઈએ કે તેણે જીવદયા પાળી નથી. જીવ હિંસા કરવાથી જીવ અલ્પ આયુષ્ય બાંધે. અશાતા વેદનીય કર્મ બાંધે. આપણું જૈન ધર્મના બધા સિદ્ધાંત અહિંસાના પાયા પર નિર્ભર છે. “અહિંસા પરમો ધર્મ:એ સુવર્ણ સૂત્રથી જેન– ધર્મને ઝંડો ફરક છે. બંધુઓ! તમને જે ન ગમે તે બીજાને પણ ન ગમે એમ સમજને તમારું ધ્યેય જીવદયામાં રાખો. આ પહેલી વાત થઈ જીવદયાની. કે જીવદયા પાળે તે જીવ સંસાર ઘટાડે. - હવે બીજું કારણ એ છે કે સમક્તિ નિર્મળ પાળવાથી જીવ સંસાર પરિત કરી નાંખે છે. સતી સુલાસની જેમ. ૩) બ્રહ્મચર્ય પાળવાથી પણ જીવને સંસાર ઘટે છે. ૪) સાધુ-સાધ્વીને નિર્દોષ-સૂઝતો આહાર વહેરાવે તે પણ જીવને સંસાર પરિત થાય છે. દેવભદ્ર અને જશેભદ્રને આ સંસાર દુઃખમય લાગે છે. તમને સંસાર કે લાગે છે? દુઃખી કરે એ કે સુખી કરે એ ? આ સંસારમાં દુઃખ ઘણું અને સુખ અ૫નામ માત્રનું. પણ એ સુખની લાલચ જીવને એવી વળગી છે કે દુઃખી જીવ પણ સુખની આશામાં જીવે છે. અને સુખી જીવ સુખમાં એ ગાંડ બની જાય છે કે આગળ મારું શુ થશે તેની ચિંતા જ તેને ઘણું કરીને થતી નથી. એ સુખ ઉપરથી આંખે ઉઠે તે ગમે તેટલું સુખ મળ્યું હોય તો એમ થશે કે આ સુખ કાંઈ મારી મુક્તિને દાતા નથી. આ સુખ તો એવું છે કે જે એને વળગે તેને એ દુઃખી કર્યા વિના રહે નહિ. હવે મારે આ સંસારના અલપ સુખની ઈચ્છા કરવી નથી પણ મારે તે મુક્તિને ઉપાય શોધ છે. સંસારનું કોઈપણ સુખ જે આપણે સાવધ ન હઈએ તે દુઃખદાયક છે. એટલે આ દુઃખથી છૂટવા માટે સંસારનું સુખ મેળવવાને પુરૂષાર્થ કરે જોઈએ નાહીં. આવું જ્યારે જીવને સમજાઈ જાય ત્યારે એને ખરેખર ધર્મની જરૂર પડે. અને તેની સાથે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ શરૂ થઈ જાય. એમાંથી અનુક્રમે અસંખ્ય ગુણ-નિર્જરા થવા જેવી સ્થિતિ પેદા થાય અને એમાં વધતા વધતા જીવ સમ્યક્દર્શન ગુણને પામી જાય. બધુઓ ! જ્ઞાન તે ક્ષે પશમ પ્રમાણે હોય છે. પણ જે ચારિત્ર નિર્મળ હેય, હદય સરળ હોય, તે એક નવકારને ગણનારો પણ કેવળજ્ઞાન પામી જાય છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy