SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ મુનિ, કોશા વેશ્યાને ત્યાં જાય છે. સ્થલિભદ્રને કોશાની સાથે બાર બાર વર્ષના પૂર્વના સંબધ છે, એટલે પૂના સ્નેહથી પેાતાને ત્યાં સ્ફુલિભદ્રને આવતાં જોઈ તે હ ઘેલી બની જાય છે. અહા! જે ખાર બાર વર્ષે મારી સાથે રહ્યા હતા, મને છેડીને ગયાં હતાં તે આજે હાલી ચાલીને મારે ઘેર આવ્યા ! એના આન ંદને પાર ન રહયા. મુનિ પણ કોશાની આજ્ઞા લઈ તેના મકાનમાં ઉતરે છે. કોશાએ પેાતાની સુંદર ચિત્રશાળામાં ઉતારો આપ્યા. બંધુએ ! જે ચિત્રશાળામાં કોશાએ મ્યુલિભદ્રને ઉતારી આપ્યા તે ચિત્રશાળા તા જાણે અરિસાભુવન જોઈ લે. એ ચિત્રશાળામાં ભલભલા માણસનું મન ચલાયમાન થઈ જાય એવાં તે મેહક ચિત્રો હતાં. અને કૈાશાનું રૂપ-સૌ. તેા અદ્ભૂત હતું. પણ એક વાર તા ચિત્રશાળાને જોઇને જ ભલભલા મનુષ્ય સ્થંભી જાય તેવું ચિત્રશાળાનું વાતાવરણ અતિમેાહક હતું. સ્ફુલિભદ્ર મહા મુનિ આવા સ્થાનમાં રહીને પણ તપ અને સયમની સાધનામાં લીન ખની ગયાં. સ્વભાવમાં રમણતા કરી રહ્યાં હતાં. એ કાઈથી ડગે તેમ ન હતા. આ તરફ કેશા પૂર્વની પ્રીત સ ંભાળીને મહામુનિને ડગાવવા માટે અનેક પ્રયાસેા કરે છે. ગૌચરીમાં દરરોજ નવા નવા પકવાના અને જાત– જાતના શાક ખૂબ અંતરના ઉમળકાથી વહેારાવે છે, પણ મુનિના અંતરમાં વિષય વાસનાના છાંટા પણ પેદા થતા નથી. વાત માહના સ્થાનકમાં રહીને સિંહ–કેસરિયા લાડુ પચાવવા એ કંઇ સામાન્ય નથી. એ તા જેણે પાંચે ઇન્દ્રિયા અને છઠ્ઠા મન ઉપર વિજય મેળવ્યેા હોય તેવા મહાન પુરૂષા જ પચાવી શકે છે. બીજા તેા એક રાત્રિ પણ ત્યાં ન રહી શકે. જુએ, જે મુનિ સિંહની ગુફા પાસે, સપના દર પાસે, અને કુવાના અંતરાળમાં રહેલા પાટીયા ઉપર ચાતુર્માસ રહ્યાં છે તેમને ગૌચરી મળવાની નથી, સિ'હ કે સપ` કઈ ગૌચરી વહેારાવવાના નથી. અહી* તે। મુનિની સેવામાં કેાશા હાજર જ રહેતી. પણ સાથે કસેાટી હતી. કશાની જોતાં નથી. વાત વિષય વાસનાને પેાષવા માટેની હતી, પણ મુનિ એના સામું પણુ ત્યારે કાશા સાળ શણગાર સજી અનેક પ્રકારનાં એની સામે નાટક કરે છે. કોશા નૃત્ય કળામાં, સંગીત કળામાં તા પ્રવીણ હતી. એણે સરસવના ઢગલા ઉપર સેાય રાખી અને એના ઉપર પુષ્પ ગાઠવી તે પુષ્પ ઉપર નૃત્ય કર્યું. આપણે સરસવના દાણા ઉપર ચાલવા જઈએ તેા લપસી જઈ એ. એના બદલે એના ઉપર નૃત્ય કર્યું. વિવિધ પ્રકારનું નાટક કર્યું, છતાં મુનિ પેાતાના ધ્યાનથી લેશમાત્ર ચલિત થયા નહિ રૂપરૂપના અંબાર સમી, વીજળીના ચમકારા જેવી જેની કાયા છે એવી કૈાશાની સામે મુનિ આંખ પણ 'ચી કરતા નથી. પૂર્વ જેની સાથે અનેક પ્રકારનાં સુખા ભાગવેલાં છે, જેની સાથે ખાર ખાર વર્ષો સુધી વિષયરસ પાયેલા છે, એ જ વિષયરસમાં જોડાવા માટે કૈાશા વિવિધ પ્રકારનાં પ્રયત્નો કરી રહી છે, પણ સ્થૂલિભદ્રજી એ કોશાની સામે નજર સરખી પણ કરતાં
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy