SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ વિરક્ત અને વીતરાગ, આ રીતે જીવેના ત્રણ વિભાગ પડે છે. આ કાળમાં આપણાથી વીતરાગ બની શકાતું નથી. પણ વિરક્ત તે અવશ્ય બની શકાય તેમ છે. બ્રહદત્ત ચક્રવતિ આસક્ત હતાં તે નરકે ગયા. મેઘકુમાર-ધના-શાલિભદ્ર વિગેરે વિરક્ત હતાં તે તેઓ દેવલોકે ગયાં. અને જે વીતરાગ હતાં તે મોક્ષે ગયાં. આસક્ત બહિરાત્મા છે, વિરક્ત અંતરાત્મા છે અને વીતરાગ પરમાત્મા છે. રાગ આસક્તિ રૂપ છે. દ્વેષ અપ્રીતિ રૂપ છે. અને મેહ અજ્ઞાનરૂપ છે. બાહ્યદષ્ટિએ છેષ ભયંકર લાગે છે, પણ તત્ત્વદષ્ટિએ રાગ ભયંકર લાગે છે. દેહના રેગથી તે અમુક જ મનુષ્ય રીબાય છે, પણ રાગના રેગથી તે આખું જગત રીબાય છે. ચરમ શરીરી પુરૂષને પણ રાત્રે હંફાવ્યા છે. રામચંદ્રજી મોક્ષગામી આત્મા હતાં છતાં લક્ષમણજી તરફના તીવ્ર રાગને લીધે લક્ષ્મણજીના મૃતકલેવરને છ છ મહિના સુધી ખભા પર ઉંચકીને પૃથ્વી પર ભમ્યા છે. કોઈ તેમને એમ કહેતું કે તમારા ભાઈ મૃત્યુ પામ્યા છે તે તેને રામ મારવા દોડતાં હતાં. તેઓ તે એમ સમજતાં હતાં કે મારે ભાઈ મારાથી રીસાઈ ગયું છે. હું તેને ગમે તેમ કરીને મનાવી લઈશ. છેવટે કોઈ મિત્ર દેવે તેમને સમજાવ્યાં. અને લક્ષમણજીના મૃત શરીરની તેમણે અંતિમ ક્રિયા કરી. બંધુઓ! આવા મહાન પુરૂષોનાં જીવનનાં દષ્ટાંતથી પણ સમજી શકાય છે કે રાગદશા કેટલી ભયંકર છે! આવા ચરમશરીરી પુરૂષને હંફાવનારે રાગ અજ્ઞાની, જીને તે કયાં કયાંય દુર્ગતિની ઉંડી ખીણમાં પટકાવી દેશે. લક્ષમણજી વાસુદેવ હતાં. અને રામ બળદેવ હતાં. વાસુદેવ અને બળદેવ વચ્ચે એ જ ગાઢ સ્નેહ હોય છે. અંતે એ જ પ્રસંગ જ્ઞાન પામેલ એવા રામચંદ્રજી માટે વૈરાગ્યનું કારણ બને છે. અને દીક્ષા લઈ વીતરાગ બની કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયાં છે. આવા મહાનપુરૂષ તો પિતાનું કાર્ય સાધી ગયા. પણ આપણે તો એ અંદરના શત્રુઓથી ખૂબ ચેતતા રહેવાનું છે. આંતરશત્રુઓ તે ટાંપીને જ બેઠા હોય છે. એને સહેજ મોકો મળે કે તરત જ તે સીધા આપણી ગરદન ઉપર ચઢી બેસે છે. રાગ છતાય છે એટલે ષ તે રહેજે જીતાઈ જાય છે. રાગ એ તે એક પ્રકારની આગ છે. રાગમાં જ શ્રેષની જડ રહેલી છે. ગીતામાં પણ કહ્યું છે કે “માન શોધો મિના” એટલે કે કામ રાગમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રોધ અને માન એ છેષનાં પર્યા છે. જ્યારે માયા અને લેભ એ રાગના પર્યાયે છે. અથવા “અહં” અને મમ” એ જીવને મટામાં મોટું બંધન છે. “અહં” ને સમાવેશ ઠેષમાં થાય છે. અને મમ” મેં સમાવેશ રાગમાં થાય છે. રાગીની અકળામણ રાગી જ જાણી શકે છે. મનની આકુળતા જેવું બીજું એક પણ દુઃખ નથી અને નિરાકુળતા જેવું બીજું એક પણ સુખ નથી. વીતરાગી હમેશાં નિરાકુળ હોય છે. જ્યારે રાગી હમેશાં આકુળવ્યાકુળ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy