SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ XCO ભર્યા છે. માટે આ પંથમાં આત્મ કલ્યાણ થઈ શકે નહિ. તેથી ગાદીપતિને પ્રત્યુત્તર લઈ દિધું કે મને તમારા ધર્મમાં આત્મકલ્યાણને સાચે માર્ગ દેખાતું નથી. કેટલું મહાન આત્મમંથન ! કેવી અગાધ શક્તિ અને બુદ્ધિ! તેર વર્ષના બાળકની કેવી હિંમત ! રવાભાઈએ તેર વર્ષની ઉંમરમાં આટલે ઊંડે વિચાર કર્યો. ત્યારે તેમના ભાવિના ભણકારા કેટલા આનંદમય અને પ્રભાવશાળી હશે? ત્યાંથી તેઓ પિતાના વતનમાં પાછા ફર્યા. પણ મહાસતીજીએ જે ઉપદેશ આપ્યો હતે તે તેમના મગજમાં ગૂંજતું હતું. આ બાળક વિચાર કરે છે અહો ! હું એ મહાસતીજી પાસે જાઉં. હવે મારે આ ઘરમાં રહેવું નથી. તેઓ ખંભાત સંપ્રદાયના પૂજ્ય મેંઘીબાઈ મહાસતીજી પાસે પાછા આવ્યા. અને તેમણે તેમને પૂજ્ય ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ પાસે ખંભાત અભ્યાસ માટે મોકલ્યા. ગુરૂદેવ મહાન પ્રભાવશાળી, ખૂબ વિચક્ષણ અને શક્તિશાળી હતાં. તેઓ બાળકનું લલાટ જોતાં સમજી ગયા કે આ કેઈ અમૂલ્ય રત્ન છે. ગુરૂના સાનિધ્યમાં રહેતાં તેર વર્ષના કિશોર એવા રવાભાઈએ પંદર દિવસમાં સામાયિક અને પ્રતિકમણ શીખી લીધા. ધીમે ધીમે એક વર્ષમાં ઘણે અભ્યાસ કર્યો. અને ચૌદ વર્ષને કિશોર દીક્ષા માટે તત્પર બન્યું. સગાં-સ્નેહીઓને સમજાવી વિક્રમ સંવત ૧૫૬ના મહા સુદ પાંચમ (વસંતપંચમી) ના દિવસે ખંભાત શહેરમાં ખૂબ ઉત્સાહપૂર્વક આ કિશેરે પૂજ્ય શ્રી છગનલાલજી મહારાજ સાહેબ પાસે દિક્ષા અંગીકાર કરી. પૂજ્ય ગુરૂદેવે રવાભાઈનું ભાવિ જીવન ઉજજવળ જઈ રત્નચંદ્રજી” નામ આપ્યું. રન સમાન રત્નચંદ્રજી મહારાજ સાહેબ ગુરૂદેવના સાનિધ્યમાં રહી જ્ઞાનમાં ખૂબ આગળ વધ્યા. જેમ જેમ શાસ્ત્રજ્ઞાન સંપાદન કરતા ગયા તેમ તેમ તેમનામાં નમ્રતા અને વિનય ગુણ પ્રગટ થતાં ગયાં. વૈશાખ વદી દશમના દિને ગુરૂદેવ સ્વર્ગવાસ પામતાં ખંભાત સંપ્રદાયનું સુકાન પૂજ્ય શ્રી રત્નચંદ્રજી મહારાજના હાથમાં આવ્યું. ખંભાત સંઘે પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને પૂજ્યશ્રી તરીકેની પદવી અર્પણ કરી. પૂજ્ય પદવી પ્રાપ્ત થયા બાદ ગુરૂદેવે સંપ્રદાયને મહિમા અને સંઘબળ ઘણું વધાર્યું. પિતાના શિરે આવેલી શ્રી સંઘની જવાબદારી બરાબર અદા કરવા લાગ્યા. ગ્રામાનુગ્રામ વિચરતાં પિતાનાં શિષ્ય સહિત વિક્રમ સંવત ૧૯૫માં તેઓશ્રી સાણંદ ચાતુર્માસ માટે પધાર્યા. તેમના ઉપદેશથી બે આત્માઓ બુઝક્યા. એક જશુબાઈ મહાસતીજી અને બીજી હ. (શારદાબાઈ મહાસતીજી). જે ગુરૂદેવે અમને સંસારની અસારતા સમજાવી, અને બળતા દાવાનળમાંથી બહાર કાઢવ્યાં અને આત્મકલ્યાણને રાહ બતાવ્યો, તે ઉપકાર કદી ભૂલાય તેમ નથી. જેમ દરિયામાં દીવાદાંડી રાખવામાં આવે છે તેમ આ સંસાર સમુદ્રમાં અમારે માટે ગુરૂદેવ દીવાદાંડી સમાન હતાં. ખરેખર! જીવન રથનાં સાચા સારથી પૂજ્ય ગુરૂદેવ જ છે. ગુરૂ વિના કોઈ માર્ગ બતાવનાર નથી,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy