SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ જે જ્ઞાન-દર્શન આદિને ફના કરી નાંખે છે. જીવે કેટલી મૂર્ખાઈ કરી છે કે પરાયા કર્મ પરમાણુઓ તરફ તે આકર્ષીયે. અને કર્મરાજા પાસેથી જ એણે કમ પરમાણુઓની મુડી લીધી. વ્યાજ વિના તો કઈ મૂડી આપે જ નહિ. એ તે ઉઘાડી વાત છે. પણ કર્મ રાજાનું વ્યાજ તે ચકવતિ વ્યાજ છે. રાગ–ષના પનારે પડેલા જીવે ચક્રવતિ વ્યાજ આપવાની કબૂલાત કરી. એ પરમાણુઓની મૂડીમાંથી એણે વેપાર કરવાની શરૂઆત કરી. કર્મ પરમાણુઓની મૂડીમાંથી એણે વેપારની શરૂઆત કરી. કેટલાક પરમાણુઓમાંથી કાયા બનાવી, કેટલાક પરમાણુઓમાંથી કંચન, કામિની, બગીચા, બંગલા, બાળકે, હીરા-માણેક બધું જ એણે વસાવી લીધું. એની મૂડી એમાં રોકાઈ ગઈ. વહેપાર શરૂ કર્યો. એ વહેપારમાં કમાવાનું તે બાજુમાં રહ્યું પણ ઉપરથી દેવાળું કાઢયું. હવે પિલું ચક્રવતિ વ્યાજ ધી રીતે ભરવું? કર્મરાજા એ વ્યાજની વસૂલાત અનેક રીતે કરાવે છે. કયારેક એ કર્મના વિપાકો ભેગવવા જીવને નરક-તિર્યંચ આદિ ગતિમાં જવું પડે છે. મનુષ્યભવમાં આવે તે ત્યાં જન્મથી જ અંધ, રક્તપિત્ત, આદિ રોગથી રીબાતે હોય છે. આવી અનેક પ્રકારની નવાજુની કમરાજા કરાવે છે. પરાયા કને પોતાના માનીને ઘરમાં પેસવા દીધા તેની કેવી ક્રૂર સજા ભોગવવી પડી! ! આ બે કુમારોને કરાજાની સજા પ્રત્યક્ષ દેખાઈ છે. આત્મા શુદ્ધ નિશ્ચયન પરમ ત, તેજપુંજ, અખંડ, અવિનાશી અને શુદ્ધ સ્વરૂપ છે. મેક્ષે જવા માટે લાયક છે. એ કાર્ય કરવાની શક્તિ પિતાનામાં જ રહેલી છે. આત્મામાં રહેલાં જ્ઞાન-દર્શન અને ચારિત્ર દ્વારા જ કર્મશત્રુઓને ભગાડવાનાં છે. માટે હે પિતા! અમને સંસારમાં આનંદ આવતું નથી. આપ અમને દીક્ષાની આજ્ઞા આપો. ત્યારે પિતા કહે છે - अहिज्ज वेए परिविस्स विप्पे, पुत्ते परिदृप्प गिहंसि जाया। મોરવા મો સદ રૂ@િથાઠુિં, મારા દાદુ મુળ પત્થા || ઉ. અ. ૧૪-૯ હે પુત્ર ! તમે શું પાગલની જેમ દીક્ષાની વાત કરી રહયાં છે ! હજુ તમારે આ સંસારમાં કેટલાં કાર્યો કરવાનાં છે! ભાઈ ! જેની વખારમાં જે માલ ભર્યો હોય તે જ નીકળે. કાપડીયા પાસે જાવ તે કાપડને માલ બતાવે. સુખડીયા પાસે જાવ તે મીઠાઈ મળે. સુથાર પાસે જાવ તે સુંદર ફનીચર બતાવે. ગાંધી પાસે જાવ તે કરીયાણું બતાવે. તેલ અને ગેળના વહેપારી પાસે જાવ તે તેલ ને ગોળ મળે. તે જ રીતે ભાગી આત્માઓ પાસે ભેગની જ વાત હોય અને ત્યાગીઓ પાસે ત્યાગની જ વાતે હાય. તમને એમ થતું હશે કે મહાસતીજી પાસે જઈ એ ત્યારે તપ, ત્યાગ અને વૈરાગ્યની જ વાતે કરે છે. પણ તેઓ નાટક-સિનેમા કે સરકસની વાતે તે કરતા જ નથી. ભલા, વિચાર તે કરે. અમારી પાસે કદી એવી વાતે હોય? સાકર ગરીબ ખાય કે શ્રીમંત ખાય, બાળક
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy