SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ભગવાનને કાગળ લખવા માટે શાહી નહિ, કાગળ નહિ, કાંઇ નહિ. એ માટે હૃદયના શુદ્ધ ભાવથી પ્રાથના કરો, તમારા અવાજ ત્યાં પહોંચી જશે. બંધુએ ! પ્રાથના એ શબ્દ નથી પણ હૃદયના પાકાર છે. ખાળક જેમ પેાતાની માતાને પાકારે છે તેમ આપણા હૃદયના પાકાર થવા જોઇએ કે હે પ્રભુ ! તુ' મને તારી હુંફ્ આપ. પ્રાથના એ મનુષ્યને માટે એક જરૂરી અંગ છે. માણસ જ્યારે પ્રાથનામાં બેસે છે ત્યારે અંતરનું અવલાકન કરે છે કે મારી પાસે સંપત્તિ છે કે સુબુદ્ધિ ! સપત્તિ વધી કે સુબુદ્ધિ વધી ? પહેલાનાં વખતમાં જેની પાસે લાખ રૂપિયા હાય તે લખેશ્રી કહેવાતા. એનું કેટલુ માન હતુ.! આજે લાખ તેા ઠીક પણ ક્રોડપતિને પણું એટલી પ્રતિષ્ઠા મળતી નથી. માણસ પાસે સંપત્તિના ઢગ થયા છે પણ એની સાથે સત્બુદ્ધિ કેટલી વધી છે એના વિચાર આવતા નથી. ભગવાન અને આપણી વચ્ચે એકતાનું દર્શન થાય છે ત્યારે આપણે ભગવાનની નજીક આવતા જઇએ છીએ. અને જેમ જેમ આપણે એની નજીક આવીએ તેમ તેમ દુબુદ્ધિ ઘટતી જાય છે સુબુદ્ધિ વધતી જાય છે. પુણ્યાય એ શું છે? આપણામાં સત્બુદ્ધિ આવે ત્યારે સમજી લેવું કે હવે મારા પુણ્યાય છે. પણ સમુદ્ધિ ન આવે અને એકલી જ સંપત્તિ આવે તે એમ ન સમજી લેતાં કે મારા પુણ્યાય છે. જો તમારા પુણ્યદય હૈાત તે તમારી પાસે જેટલી સપત્તિ છે. એટલી સત્બુદ્ધિ પણ હેત. પર્યુષણ પર્વ ના છઠ્ઠો દિવસ આજે પસાર થઈ જશે. હવે ફક્ત એ જ દિવસ આપણા હાથમાં છે. આજનું વ્યાખ્યાન સાંભળ્યા પછી તમારા જીવનમાં સદ્ગુદ્ધિ આવે એવી પ્રભુને પ્રાર્થના કરવી. સમય થઈ ગયા છે. કાન્તિભાઈને પણ કંઈક જાહેરાત કરવાની છે. હવે વિશેષ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન.......ન, ૪૯ ભાદરવા સુદ ૪ ને શુક્રવાર, તા. ૪-૯-૭૦ અન‘તજ્ઞાની, બૈલેાકય પ્રકાશક, જગત ઉદ્ધારક પરમપિતા ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીવાના કલ્યાણને અર્થે, ભવ્ય જીવેાના ઉદ્ધારને અર્થે ખત્રીસ સિદ્ધાંતની પ્રરૂષણા કરી. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનના અધિકાર ચાલે છે. તેમાં એ કુમારા અંતરંગ વૈરાગ્યના રંગે રંગાય છે. આ એ કુમારા એના પિતા પાસે વૈરાગ્યભાવના પ્રગટ કરે છે, ત્યારે તેના પિતા ભૃગુ પુરાહિત છુ' ખેલે છે!
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy