SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસા હતા. પુત્રને પ-૬ વર્ષને મૂકી એને પિતા ચાલે ગયે હતે. આ માતા દળણું દળી પરસેવાના પાણી ઉતારીને માંડ માંડ બે જણનું પેટ ભરતી હતી. દિકરાનું નામ સુમન હતું. માતાને આશા હતી કે મારે સુમન કાલે સવારે મેટો થશે અને મારા દુઃખના દિવસો ટળી જશે. માતા આ પ્રમાણે આશાના મિનારા ચણે છે. સુમન ભણવામાં ખૂબ હોંશિયાર છે. એ મેટ્રિક પાસ થઈ ગયે. માતાને એ જ ભાવના છે કે ભલે, અત્યારે હું મજુરી કરુ, મને કષ્ટ પડશે પણ મારે સુમન ભણી ગણીને હોંશિયાર થશે તે એનું ભવિષ્ય સુધરશે અને પછી એ ઘડપણમાં મારી સેવા કરશે. કદાચ દેવું થશે તે પણ અત્યારે તે મારા દિકરાને ભણવું. સુમન ડોકટરી લાઈન લે છે. અને એમ. બી. બી. એસ. પાસ થાય છે. સુમન માટે ડોકટર બન્યું. ડોકટરને સારા સારા ઘરની કન્યાએના માંગા આવવા લાગ્યા. એક સારા ઘરની કન્યા સાથે સુમનના લગ્ન થાય છે. માતાને હર્ષ સમાતું નથી. હાશ. “હવે મને શાંતિ થઈ.” હવે દિકરો ને વહુ મારી સેવા કરશે. અને હું નિરાંતે ખાઈ પીને ધર્મધ્યાન કરીશ આમ અનેક વિચારે કરી આશાના મિનારા ચણતી હતી. માતાના શરીરે કરચલીઓ વળી ગઈ હતી. આજ સુધીની જિંદગીમાં મહેનત મજૂરી કરી યૌવનનું નૂર એણે ગુમાવી દીધું હતું. સુમન હોંશિયાર ડોકટર હતે. યશરેખા સારી હતી. સારા ઘરની કન્યા પર છે એટલે શૂટ-બૂટ વગેરેથી અપ-ટુ-ડેટ થઈને ફરે છે. એને મિત્રો પણ છૂટ અને બૂટવાળા જ મળ્યા હતાં. બધાં ચા-પાણી નાસ્તા ઉડાવે છે. સુમન મિત્રો અને પત્નીમાં જ મસ્ત રહેવા લાગ્યો. વહુ પણ નવા જમાનાની છે એટલે જુના જમાનાના આધેડ વયના સાસુજી એને ગમતાં નથી. - હવે સુમનને એની પ્રિય પત્ની, પ્યારા મિત્ર અને દવાખાના સિવાય જગતમાં કંઈ દેખાતું નથી. એક વખત માતાના પગ જોઈને પીનારા પુત્રને હવે માતા શું કરે છે? કયાં છે? એને શેની જરૂર છે? એ તે પૂછતે જ નહિ. માતાનું મુખ જેવાની એને ફરસદ ન હતી. એને મન એની પત્ની જ પરમેશ્વર સમાન હતી. આધુનિક જમાનાની આ પત્ની માતાને ખૂબ છણકા કરતી હતી. કામ કરાવતી હતી. જુના જમાનાની માતાને એના રંગઢંગ ગમતાં ન હતાં પણ મૂંગે મેરે બધું જ સહન કર્યો જતી હતી. . “સત્તાને નશે શું કરે છે”– એક વખત એ પ્રસંગ બની ગયો કે એક ભિખારણ બાઈ ત્રણ દિવસની ભૂખી હતી. આ સુમન ડેકટરને ઘેર ભીખ માંગવા આવી, ડોકટરની પત્ની શ્રીમંતની દિકરી છે. તેમજ ગ્રેજ્યુએટ છે. વળી એને પતિ એફ. આર. સી. એસ. મોટો ડોકટર છે એટલે એને અભિમાનનો પાર નથી. ભિખારણ બાઈ કરૂણ સ્વરે પેટની ભૂખ મટાડવા ભીખ માગી રહી છે. ધનવાનેને ગરીબના દુઃખની ખબર નથી પડતી. બાઈ પલંગમાં સૂતી હતી. તે ઉઠીને ભિખારણને કહે છે, ચાલી જા અહીંથી. મને ઊંઘવા
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy