SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩રર धणं अपगार तिक्खुत्तो आयाहिण पयाहिण करेइ, वदेइ नमसइ वंदइत्ता नमसइत्ता एवं वयासी धन्ने सिण तुम देवाणुप्पिया ! सुपुण्णे सुकयत्थे सुकयलक्खणे सुलद्धेण देवाणुप्पिया ! तव माणुस्सए जम्मजीवियफले तिकटु ।" (અનુત્તરવવાઈ સૂત્ર) ધના અણગારને વંદન નમસ્કાર કરીને કહે છે કે દેવાનુપ્રિય ! આપ ધન્ય છે, મહાન પુણ્યશાળી છે. આપે સંયમ લઈને તરત જ તપની આરાધના કરી લીધી છે. આપે જીવન સાધનાનું ફળ પ્રાપ્ત કરી લીધું છે. આપ કૃતાર્થ છે, કૃતલક્ષણ છે. આપે તપ સાથે સમ્યકત્વ ચાત્રિની આરાધના કરી લીધી છે. આ પ્રમાણે શ્રેણિક રાજાએ ધન્ના અણગારની સ્તુતિ કરી, વંદન નમસ્કાર કરી ભગવાન પાસે આવ્યા. છેવટે ધના અણગારે સંથારો કર્યો. નવ માસની દીક્ષા-પર્યાયમાં કામ કરી ગયા. આયુષ્ય સ્થિતિ પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયા. ત્યાંથી અવીને મોક્ષમાં જશે. બંધુઓ! ધન્ના અણુગારને એક પણ વેનિંગ આવ્યું ન હતું. ચેતવણી આવ્યા પહેલાં જ વીરની એક જ હાકે જાગી ઉઠયા, પણ તમને હજુ જાગવાનું મન થતું નથી. તમારું તે આખું માથું ધોળું થઈ ગયું. પણ હજુ ચેતતા નથી, તે ક્યારે ચેતશે? એક ચેતવણીથી ન જાગ્યા તે બીજી નેબત વાગે છે. બીજી ચેતવણીમાં આંખે ઓછું દેખાશે. આંખે ઓછું દેખાતાં સમજણવાળે આત્મા એમ વિચાર કરે કે વધે નહિ. આંખને ગમતાં પદાર્થો જોઈને મોહ ઉત્પન્ન થાય છે અને કર્મનું બંધન થાય છે. તે કર્મો બંધાતા બંધ થશે. મારા કર્મો ઉપર કાપ મૂકાશે. એ તે તમને ગમે ને ! ત્રીજી ચેતવણી આવી. કાને સંભળાતું બંધ થયું. કાને ન સંભળાય તે શું વધે ! ઓછું સાંભળશે તે મારું તારું કરતાં અટકશે. અને વચનવિલાસથી વિમુખ રહેવાશે. પણ આજનો માનવી એટલે બુદ્ધિશાળી બની ગયા છે કે આંખ ચાલી જાય તે બીજી આંખ નંખાવી દે. અને કાને ન સંભળાય તે કિંમતી યંત્ર લાવીને ગોઠવી દઈ મનની મુરાદ પૂરી કરે છે. ત્રણ ત્રણ ચેતવણી આવી પણ જાગ્યા નહિ ત્યારે ચેતવણી આપનાર વિચારે છે કે હવે તે કડક ચેતવણી આપી દઉં. એમ વિચારી એની બત્રીશી દૂર કરી દીધી. આટલું થવાથી હવે જાગે અને ધર્મ કરે તો સારું. આ બત્રીસી ચાલી ગઈ. પણ તમે કંઈ કમ છો ! તરત જ ચોકડું બંધાવી મોઢામાં ફીટીંગ કરાવી દે છે. પણ મોટું રાંદલમાના ગોખલા જેવું દેખાય તે તમને ગમતું નથી. કૃત્રિમ દાંત હોવા છતાં કુદરતી દાંત જે આનંદ માને છે. પણ કુદરતી અને કૃત્રિમમાં ઘણે ફેર છે. બંધુઓ! ગંગાને પ્રવાહ અસ્વચ્છ કચરો આદિ અશુચિ પદાર્થોને સંઘરતે નથી, પણ કિનારે મૂકી આવે છે અને પિતાનું પાણી સ્વચ્છ રાખી ગંગા નદી અનેક જીવે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy