SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ શ્રાવક પૌષધશાળામાં રહીને પૌષધ કરતા હતાં. એમણે અતિમ સમયે સાંથારો કર્યાં હતા. તેમાં એમને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. ખંધુએ ! વિચાર કરી, એમનું જીવન કેટલું પવિત્ર હશે ! જીવનમાં કેટલા સદાચારનુ સેવન કર્યુ” હશે કે તેમને અંતિમ સમયે ગૃહસ્થા વાસમાં રહીને પણ અવધિજ્ઞાન પ્રાપ્ત થયુ...! અને અધિજ્ઞાન દ્વારા એમણે જાણ્યું કે આજે મને અગ્નિના પરિષઢુ આવવાના છે. અનુકૂળ સાગા એ પુણ્યનુ ફળ છે અને પ્રતિકૂળ સાગા એ પાપનું ફળ છે. પરંતુ સમભાવ એ આત્માના સ્વતંત્ર ગુણુ છે. માટે હું આત્મન્ ! જોજે, તું તારી સમતા ગુમાવતા નહિ. આ પરિષદ્ધ પણ કાનાથી આવવાના છે એ પણ જાણી લીધું. જૂઠેલ શ્રાવકની સ્ત્રીઓ સ્વાની સગી હતી. એમણે સ થારા કર્યાં તે એમને (સ્ત્રીઓને) ગમ્યું નહિ, કારણ કે એની પાસેથી જે સુખ મળતુ' હતુ. તે ખંધ થઈ ગયું. તમારી સસાર તા સળગી રહ્યો છે. તમારા પ્રેમ ચાર ઘડીની ચાંદની જેવા છે. સાચેા પ્રેમ નેમ અને રાજુલના હતા કે જે તેમનાથ ભગવત તેારણેથી પાછા ફર્યાં. રાજેમતી કુંવારી રહી. એના માતા-પિતાએ કહ્યુ': બેટા! તને નૅમ કરતાં પણ સારા મુરતિયા સાથે પરણાવુ ત્યારે રાજેમતીએ કહી દીધુ' હે માતા-પિતા ! જેની સાથે મારુ સગપણુ થયુ. એની પત્ની હુ કહેવાઇ ગઈ. હવે આ જન્મમાં બીજો પતિ મારે ન જોઇએ. જે તેમનાથના મા` એ જ મારે માગ. એમ કહી રાજેમતી દીક્ષા લેવા તૈયાર થઈ ત્યારે એની સાથે એની ઘણી સખીએ પણ દીક્ષા લેવા તૈયાર થઈ. આનુ' નામ સાચા પ્રેમ. આ હતી સાચી પત્ની અને સાચી સખીએ. આજે તે સ્ત્રીએ પણ સ્વાથી અને સખીએ પણ સ્વાથી છે. જાહલ શ્રાવકની પત્નીએ સ્વાર્થા હતી. જો સાચા પ્રેમ હાત તા એમ માનત કે દેઢુના રાગ ઘટાડી સંથારા કર્યાં. આપણને આવા અવસર કયારે આવશે ? પણ આ વાથી સ્ત્રીઓની કામના પૂરી ન થઈ એટલે બધી સ્ત્રીઓએ ભેગી થઈને નિર્દય ભાવનાથી ચેાકમાં લાકડાની ચિતા ખડકી-સળગાવીને જૂડેલ શ્રાવકને એમાં મૂકી દીધેા. પણ જાડલ શ્રાવકે મનથી પણ એ ઉપર ક્રાધ કર્યાં નહીં. અને શુભ ધ્યાનમાં લીન રહી સમાધિ મરણે મરીને એકાવતારી બન્યા. કહેવાનું તાત્પય એ જ છે કે જૂલ શ્રાવકે સાધુપણું લીધું ન હતું. ગૃહસ્થા વાસમાં રહેતાં છતાં કેટલેા સમતાભાવ કેળવ્યા હતા! કષાયા ઉપર વિજય મેળળ્યે હતા અને જીવનમાં સાચી માનવતા કેળવી હતી. ભગવાનના એકેક શ્રાવકો શાસનનાં અમૂલ્ય રત્ન હતાં. તમે પણ વીર પ્રભુના શાસનમાં જન્મેલા છે. તમારું જીવન પશુ આદશ બનવું જોઇએ. આવતી કાલથી આત્માની સાધના સાધવાના મ‘ગલકારી દિવસે આવે છે. કમ પણ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy