SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ અનેક સમુમિ જીવાની વિરાધના થતી અટકી જશે. જો જીવને શ્રદ્ધા હાય તા ભયંકર રા પણ તપશ્ચર્યાથી નાબૂદ થઈ જાય છે. સનત્કુમાર ચક્રવર્તિના શરીરમાં એકી સાથે સાળ મહાન રાગે ઉત્પન્ન થયા. તેમણે સંસાર ત્યાગી દીક્ષા લીધી અને માસખમણને પારણે માસખમણુ તપની શરૂઆત કરી. તે એમનાં સેાળ રાગે શાંત થઈ ગયાં અને અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરી. સિદ્ધાંતમાં કૉંઈક જગ્યાએ વાતા આવે છે કે આત્માથી જીવાએ દીક્ષા લઈને જાવજીવ સુધી છટ્રના પારણે છઠ્ઠું કરવા, આયંબીલ તપ કરવા, અને માસખમણને પરણે માસખમણુ કરવા. એવા કડક નિયમ લીધા હતા. એ આત્માએ જાવજીવ સુધી ઉગ્ર તપ કરી સાધના સાધી ગયાં. જ્યારે તમને તે જીવનમાં એક અઠ્ઠાઈ –સાળભથ્થુ કે માસખમણુ કરતાં કેટલે વિચાર કરવા પડે છે! ક્રોડા ભવનાં સંચિત કર્માને નાબૂદ કરનાર અકસીર દવા તપ છે. આજે તમે અને હુ' ન કરી શકીએ તે તે આપણી નમળાઈ છે. પણ ખરેખર! જે આવા ઉગ્ર તપ કરી રહ્યાં છે તે ધન્યવાદને પાત્ર છે. ગૌતમ સ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યાં કે હે પ્રભુ ! એક ઉપવાસ કરવાથી જીવને શે। લાભ થાય ? ત્યારે ભગવંતે કહ્યું હું ગૌતમ ! એક ઉપવાસ કરે તેા એક હજાર વર્ષના નારકીના પાપના નાશ થાય છે. અઠ્ઠમ કરે તેા ક્રોડ વર્ષના અને ચાર તથા પાંચ ઉપવાસ કરે તેા ક્રોડાનક્રોડ વર્ષના નારકીના પાપના નાશ થાય છે. તે સિવાય મીજી રીતે વિચારીએ તે પણ તપમાં કેટલેા લાભ થાય છે ! એક ઉપવાસ કરે તેા એક જ ઉપવાસના લાભ થાય છે. એકી સાથે એ ઉપવાસના પ્રત્યાખ્યાન લે તે પાંચ ઉપવાસના નફો, એકી સાથે અઠ્ઠમના પ્રત્યાખ્યાન કરે તેા . પચ્ચીસ ઉપવાસના, ચાર ઉપવાસના પ્રત્યાખ્યાન લે તો સવાસેા (૧૨૫) ઉપવાસના, પાંચ કરે તા ૬૨૫ ઉપવાસના લાભ થાય છે. એવી રીતે એક એક ઉપવાસમાં આગળ વધતાં પાંચ પાંચ ગણા નફા થાય છે. તમને બધાને નાના વેપાર જ ગમે છે. ખેાટના ધંધા ગમતા નથી. તે આ તપમાં મહાન લાભ રહેલા છે. ગુજરાતમાં કંઈક આત્માએ એકી સાથે અઢાઈના પ્રત્યાખ્યાન લઈ લે છે. તમે પણ આવા લાભ લેવા માટે તૈયારી કરી લેજો. અઠાઈ ધરના દિવસ એ દિવસ પછી આવી રહ્યો છે. આત્મ સાધના સાધવાના દિવસેામાં કામ છેાડી દેજો. તમારાં માનેલા સુખા ક્ષણિક છે. નાણું મળશે પણ ટાણું કરી ફરીને નિહ મળે. ગયેલેા અવસર ફરી ફરીને પાછા આવતા નથી. ખ'ભાત સ`પ્રદાયના મહાન ગચ્છાધિપતિ, આચાય સ્વ. પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબની ૩૨મી પુણ્યતિથિ ” આજે અમારા પરમ તારક, મહાન ઉપકારી, શાસન ઉદ્ધારક પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબની ૩૨મી પુણ્યતિથિ છે. જૈન ધર્માંના એક મહાન દિપક પૂ. શા. ૩૭
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy