SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ એની વાસનાથી જકડાઈ છું તેથી દુખ એ વિષય વાસનાને લીધે જ છે. સાધ્વીજીને અથાગ ઉપકાર માની પિહિલા કહે છે ! આપનું કહેવું બરાબર છે. આપ મારી આંતરચક્ષુ ખેલી નાખી અને સાચું દર્શન કરાવ્યું. અને આત્મા ક્યાં ભૂલે છે એનું સચોટ ભાન કરાવ્યું. તે તમે કહે કે મારે હવે શું કરવું? આ સાધવાજીએ પિફ્રિલાને સમ્યકત્વનું સ્વરૂપ અને શ્રાવકનાં બાર ગ્રત સમજાવ્યા. તેથી પદિલાને થયું કે મનમાં અનિને દૂર કરવાની અને ઈષ્ટ વિષય મેળવવાની શિષ કર્યા કરતાં આ સમ્યકૃત્વની અને વ્રતની ભાવના શા માટે ન કરું. ખરેખર બેટી વિષય ચિંતા કરી મનને આર્તધ્યાનથી બગાડવા કરતાં સમ્યક્ત્વ અને વ્રતની શ્રેષ્ઠતા વિચારી મનને એથી ભાવિત કરવું એમાં જ સાચી બુદ્ધિમત્તા છે. પિફ્રિલાએ સમ્યક્ત્વ સહિત બાર વ્રતે સ્વીકાર્યા. અને એવી સુંદર ભાવનાથી પાળવા લાગી કે પેલું દુઃખ તે ભૂલી અને પતિને વિશેષ આદર પામી. પિહિલાને સમજાઈ ગયું કે માનવજીવન વિષને મહત્વ આપવા માટે નહિ. પણ પરમાત્માના માર્ગને મહત્વ આપવા માટે છે. આ સુંદર સત્ય સમજી જવાથી પિફ્રિલાને ચિત્તમાં આધ્યાન મટી ગયું અને મહાશાંતિ થઈ ગઈ. ખરેખર શીયળવંત પુરૂષ અને સ્ત્રીઓ પિતાના પ્રાણના ભેગે પણ શીયળનું રક્ષણ કરે છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે એક વખતના અબ્રહ્મચર્યમાં નવ લાખ સંજ્ઞી જેની ઘાત થઈ જાય છે. માટે બ્રહ્મચર્યનું પાલન એ અહિંસાનું જ પાલન મેં ચારિત્રના રક્ષણમાં તમારું જ રક્ષણ છે. તમારા જીવનનું ઉત્થાન છે. રામાયણને પ્રસંગ તે તમે ઘણી વખત સાંભળ્યું હશે. સીતાજી પિતાના પતિ રામચંદ્રજીની સાથે ખુશીથી વનવાસ ગયેલા. અને ત્યાં અશોકવાટિકામાંથી રાવણ સીતાજીને હરણ કરીને લંકામાં લઈ ગયે. એ રાવણને આપણે આજે ધિક્કારીએ છીએ પણ રાવણ ગમે તે હો છતાં તેના જીવનમાં એક ગુણ મુખ્ય હતે. એને એવી પ્રતિજ્ઞા હતી કે મને જે સ્ત્રી એના મનથી ઈછે નહિ તેના ઉપર મારે બળાત્કાર કરે નહિ. રાવણની આ પ્રતિજ્ઞાના કારણે જ સીતાજીને જીભ કરડીને મરવું પડયું નથી. જો કે સીતાજીને પણ સભર્તાર સંતોષીએ એવી પ્રતિજ્ઞા હતી. રામચંદ્રજી સિવાય દુનિયાના બધા જ પુરૂષે એને મન પિતા અને ભાઈ તુલ્ય હતા. આવી પ્રતિજ્ઞા લેનારને પણ કઈક વખત મારણાંતિક ઉપસર્ગ આવી જાય છે. સીતાજીના રૂપની પાછળ પાગલ બનેલે રાવણ સીતાજીને લંકામાં લઈ ગયા અને સીતાજીને અશોકવાટિકામાં રાખ્યા. પણ તેણે બળાત્કાર કર્યો નથી. રોજ રોજ એને સમજાવે છે પણ સીતાજી માનતા નથી. ત્યારે રાવણ એની રાણે મંદોદરીને સીતાજીને સમજાવવા માટે કહે છે. મદદરી પણ સતી હતી. મેક્ષનું મોતી હતું. એ રાવણને
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy