SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ ગુણસ્થાને જે સંતે વિચારે છે એ હું ક્યારે બનીશ? મુક્ત વિહારી ક્યારે બનીશ? જેને સંસાર બંધનરૂપ લાગે તે શું કહે છે? અકળાયેલે આ આતમ કહે છે મને મુક્ત ભૂમીમાં ભમવા દે. ના રાગ રહે ના ઠેષ રહે..એવી કક્ષામાં મને રમવા દો. મિત્રાચારી આ તનડાની (૨) બે ચાર ઘીને ચમકારે. બંધન બંધન તમને આ બંધન હજુ સાલતું નથી પણ યાદ રાખજો કે તમે તમારા ઘરના છાપરા ચાંદીના બનાવી દો અને સોનાનાં બારણું મૂકા, રતનજડિત સિંહાસને સતા હો પણ અંતે બંધન એ બંધન જ છે. વન વિહારી વૃક્ષની ડાળે હિંચનારા પોપટને રત્નજડિત પાંજરામાં બેસી દાડમની કળીઓ ખવડાવો પણ એને મન તે એ બંધન જ છે. એને તે સ્વતંત્રતા જ ગમે છે. પણ કોઈ પોપટને નાનપણથી જ પાંજરામાં પૂરી દીધું હોય એટલે એને પાંજરામાં રહેવાની જ આદત પડી જાય છે. એને પાંજરું ખેલીને કોઈ ઉડાડવા પ્રયત્ન કરે તે પણ તે ઉડતું નથી. કદાચ ઉડે તે થોડી વારમાં જ પિતાના પાંજરામાં પેસી જાય છે. તે રીતે આત્માને સ્વભાવ તે ઉર્ધ્વગમન કરવાને છે. પણ અનાદિ કાળથી તે સંસારના બંધને બંધાયેલું હોવાથી એને પણ સંસાર જ ગમે છે. ઘરેથી શ્રાવિકા કહે હવે હું તમારાથી થાકી-તમે ઘણે સંસાર ભગવ્યે હવે સાધુ થઈ જાવ તે સારું. આમ કહે ત્યારે ઘડી પૂરતે વૈરાગ્ય આવી જાય. પણ ઘડી પછી હતા તેવાને તેવા. સંસારમાં સુખ પડે કે દુઃખ પડે તે ય તમારે મન સંસાર સાકરના ટુકડા જે મીઠે છે. જ્યાં ક્ષણમાત્રનું સુખ નથી. કદાચ તમારી દષ્ટિએ તમને સુખ દેખાતું હોય તે પણ તે અખંડ તે નહિ જ. અને એ સુખની પાછળ અનંત દુખની પરંપરાઓ સર્જાય છે છતાં જીવને રસ ક્યાં આવે છે. તમે કયા અવસરની રાહ જુએ છે ! કેવી ભાવના ભાવે છે ! અપૂર્વ અવસર એ ક્યારે આવશે, કયારે વસાવશું લાડી-વાડી ને ગાડી જે, ક્યારે બનીશું અડધા ડઝનના બાપ જે...અપૂર્વ. બેલે તમને આની જ રટણ હોય ને? (સભા - હાય જ ને?) હસાહસ). આવી રટણ રાખશે તે મરી જશે. તમને લાડી–વાડી ને ગાડી–દિકરા મોક્ષ નહિ અપાવે ઉલટું દુઃખ વધશે. માટે એવી ભાવના ભાવવા કરતાં સંસારનાં બંધન જલ્દી કેમ તૂટે એવી ભાવના ભાવે. ભગુ પુરોહિતના પુત્રને સંસાર એ બંધન લાગ્યું છે. એવા પુત્રો માતા-પિતાને કહે છે અમને જન્મને ભય લાગ્યું છે. જન્મ પછી જરા અને પછી મૃત્યુને ભય લાગ્યો
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy