SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ “મા નક્ષ વિજ્ઞરૂ” આ જગતમાં એવી કોઈ વસ્તુ જ નથી કે જેને સિદ્ધનાં સુખેની ઉપમા આપી શકાય. ત્રણે જગતનું નાટક ત્યાં બેઠા બેઠા જોઈ શકાય. એ સુખ તે અનુભવે જ ખબર પડે. એ મુક્તિના મહાન સુખ મહાપુરૂષોએ મેળવ્યાં છે. આપણે પણ મેળવવા છે પણ મમતા મૂકાતી નથી. મમતાના બંધન તૂટે તે આપમેળે મુક્તિ મળે. આ સંસારમાં રહીને આપણે એ જ ભાવના ભાવવાની છે કે આ જગતમાં કઈ મારું નથી. હું પણ કેઈને નથી. આવી વીતરાગની મસ્તી જીવનમાં આવી જશે તે ઈષ્ટને વિગ અને અનિષ્ટને સંગ પણ તમને દુઃખી બનાવી શકશે નહિ. “ગરીબની હાલત કેવી છે” – - એક માણસના માથે ખૂબ જ કરજ વધી ગયું. તેના ઘર-બાર વેચાઈ ગયા. પત્નીના દાગીના પણ વેચાઈ ગયાં. ખાવાના સાંસા પડવા લાગ્યા. ખૂબ દુઃખી દુઃખી થઈ ગયે છે. ત્યારે એની પત્નીને કહે છે, આ ગામમાં મારે માટે કોઈ સ્થાન નથી. હું આપઘાત કરીને મરી જાઉં, કાં તે પરદેશ ચા જાઉં. એની પત્ની ગર્ભવંતી હતી એટલે કહે છે કે તેને આ સ્થિતિમાં મારાથી મૂકીને જવાય નહિ, પણ હવે હું અહીં રહી શકે તેમ નથી. ત્યારે પત્ની કહે છે : સ્વામીનાથ, તમે આપઘાત કરે તે ફરીને આપણે મળી ન શકીએ પણ જે તમે બહારગામ જાવ તે કઈક વખતે આપણે મળી શકીશું. અહીં એક વાત સમજવા જેવી છે. તમારા સંતાનોને વૈરાગ્ય આવે અને દીક્ષા આપશે તે તમે તેના દર્શને જશે, તેની પાસે બેસશે અને ધર્મના બે બેલ તેના મુખેથી સાંભળશે. પણ જે આયુષ્ય પૂર્ણ થયે પરલેકમાં ચાલ્યા જશે તે ફરીને એનું મિતું જોઈ શકશે ખરા ? પણ કહેવત છે ને કે – જમને દેવાય પણ જતીને ન દેવાય” પત્નીના કહેવાથી પેલે માણસ પરદેશ જવા રવાના થયે. કયારે માણસને પુણ્યનું પાંદડું કરે છે તે આપણે જાણી શકતાં નથી. આ દેવાદાર માણસને પાપકમને ઉદય થયે પણ એ પરદેશમાં ગયા અને ત્યાં તેને સારા માણસોને સાથ મળી ગયો. અને સામેથી પિતાની દુકાનમાં લઈને અને પહેલેથી જ એને ચાર આની ભાગનાખે. પુણ્યની લીલા જુદી છે. ધીમે ધીમે એને ભાગ્યને સિતારે ચઢતે ગયે. બીજી તરફ પિતાના દેશથી પત્ર આવ્યું કે તેમના ધર્મપત્નીએ પુત્ર રત્નને જન્મ આપે છે. હજુ પુત્રને તે તેણે જે પણ નથી. તે પણ તેને પુત્ર પ્રત્યેને મેહ જા. ભાગ્ય પણું જેરમાં છે. વેપારમાં લાખો રૂપિયા કમાવા માંડયા છે. જ્યારે પુણ્યને ઉદય થાય છે ત્યારે ગરીબમાં ગરીબ હાલતમાં ફરતે માણસ કાડાધિપતિ બની જાય છે. તેના પહેલાં એની પાસે ફાટયા તૂટયાં કપડાં પણ ન હતા. અત્યારે રેશમી કપડાં પહેરવા મળે છે. પહેલા ઘાસના ઝૂંપડામાં રહેતું હતું. કેઈ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy