SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ રાજાને માનનીય પુરોહિત છે. વળી પૂર્વ ત્રાણાનુબંધી સંબંધ છે. એટલે પુરહિત પર રાજાની ખૂબ કૃપા દૃષ્ટિ છે. એટલે પુરેહિત જે કંઈ કહે તે માન્ય કરે છે. એટલે તે આ શબ્દો બોલે છે. - બાળકો કહે છે હે માતા-પિતા ! અમારું કેઈએ અપમાન નથી કર્યું. અમને ચાર-ડાકુને ભય નથી. અમને વાઘ કે સિંહને ડર પણ નથી લાગે. અમને જે ભય લાગે છે તે ભયને મટાડવાની તમારામાં તાકાત નથી. અને એ ભય મટાડવા માટે જે કઈ સમર્થ હોય તે તે મારા ગુરૂદેવ છે. કેવળી પ્રરૂપિત ધર્મ છે. પણ મેહમાં પડેલી માતા હજી સમજતી નથી કે આ મારા પુત્રને કયો ભય લાગે છે! માતા કહે છે તે ભય જુદે છે અને પુત્રને ભય પણ જુદો નીકળશે. 1. સૂતે સિંહ જાગ્યો:” એક રાજાની રાણી પિતાના પતિનું માથું ઓળતી હતી. રાજાના હાથમાં દર્પણ હતું. રાણી રાજાના માથામાં તેલ નાખી રહી છે. આ રાજા આરસીમાં પિતાનું પ્રતિબિંબ જોઈ રહ્યો છે. એકદમ રાજા કહે છે-દૂત આવ્યો ! રાજાનું સુખ વિલું થઈ ગયું. હાસ્ય ચાલ્યું ગયું. રાજાનું મુખ જોઈને રાણી કહે છે. અહે! મારે પતિ ક્ષત્રિયને બચે છે ને આ કાયર કેમ! કહે છે સ્વામીનાથ! જેને માટે આટલાં ચેકીપહેરાં હેય, હજાર સેવકે જેની રક્ષા કરતાં હોય, ત્યાં કેની તાકાત છે કે દત આવી શકે? રાજા કહે છે રાણીજી! દૂત આવી ગયો અને મારા માથે ચઢી બેઠા છે. રાણી એકદમ બાવરી બનીને કહે છે કયાં છે દૂત! મને તે દેખાતું નથી ! રાણી આમતેમ નજર ફેરવવા લાગી. ત્યાં રાજા પિતાના માથામાંથી ધોળો વાળ ચૂંટીને બતાવતાં કહે છે, દેખ આ રહ્યો દૂત! તમને કેઈને આ દૂત આવ્યું છે? હસાહસ) કંઈકના માથાં રૂની પૂણી જેવાં થઈ ગયાં છે. કંઈકના માથા અધકચરા થઈ ગયાં છે, પણ કોઈ જાતને ડર લાગ્યો નથી. આ રાજા કહે છે રાણીજી! તેડા આવ્યાં. રાણી કહે છે સ્વામીનાથ! કેના તેડા આવ્યા! ભેળી રાણી સમજતી નથી. રાજા કહે છે, યમરાજાના તેડા આવ્યા. અરે, સ્વામીનાથ! આમાં શું ડરપોક બની ગયાં છો? યમરાજા આવશે તે હું તેને લાંચ આપીને હઠાવી દઈશ. પણ તમે ગભરાશો નહિ. ત્યારે રાજા કહે છે. ઘેલી રાણી, આવું ન બેલ. “જે જમ લેવત લાંચડી તે જગમેં મત ન કેઈ” જે જમ લાંચ લઈને છોડી મૂકો હોય તે દુનિયામાં કે ઈમરત જ નહિ. દુનિયામાં બધે છક્કા-પંચા કરીને છૂટી શકાય છે, લાંચ આપીને છૂટી જવાય છે. દુકાને રેડ પડી. સરકારી પિોલીસો આવ્યા પણ એમને નોટોનું બંડલ ધરી દીધું એટલે છૂટી ગયા. પણ યમરાજાની રાડ પડશે ત્યારે તમારી ચાલાકી નહિ ચાલે. રાજાને કહેવાને ભાવ એ હતું કે અમારા કુટુંબમાં બધા જ વડીલે માથે છે વાળ આવે તે પહેલાં જ સંસાર ત્યાગીને સાધુ બની ગયા હતાં, પણ હું કે કમભાગી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy