SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સંતે કહે, પાણી ઓછું વાપરે, પાણીના એક બિંદુમાં ભગવંતે અસંખ્યાત છે કહ્યા છે, છતાં માને નહિ પણ અમે બાબરામાં હતા ત્યારે પેપરમાં વાંચવું કે જુનાગઢમાં પાણીની ખૂબ તંગી છે. એક રૂપિયાનું એક બેડું પાણી મળે છે. આ સમયે તમે પાણીના વપરાશમાં કેટલો કાપ કરે છે ! જેમ તાવ માપવાનું થર્મોમીટર તમે બજારમાંથી પૈસા ખર્ચીને લાવે છે તે અહીં સંસાર સુખમય છે કે દુઃખમય? તેને માપવાનું થર્મોમીટર મફત મળે તેમ છે. લેવું છે? લેવું સહેલું છે પણ તેને લીધા પછી અમલમાં મૂકવું મુશ્કેલ છે. તેને ખ્યાલ રાખજે. મફત મળે છે પણ માથા સાટે માલ છે. અહીં જે ચૂક્યા તે સમજી લેજે કે ચેરાસીના ચક્કરમાં ભ્રમણ ઉભું જ છે. જન્મનું દુઃખ :- તેથી પ્રથમ તે આ જીવને જન્મનું દુઃખ છે. આ લાડી, વાડી, બગીચા, બંગલા બધું ભગવ્યું કયારે? જયારે જન્મ લીધે ત્યારે ને? નવ માસ સુધી માતાના ગર્ભમાં કેરીની માફક ઊંધે મસ્તકે લટક અને કેવાં કષ્ટ વેઠયાં! આજે તે ઉપાશ્રયમાં ગરમી લાગે તે યુવાન વર્ગ બોલે છે કે બધે સુધારે થયે પણ હજુ અહીં કેમ સુધારે નથી થતું ! હું કહું છું કે ભાઈ ! ત્યાં માતાના ગર્ભમાં હજુ કાંઈ સુધારે થયે છે? કહી દે તમારા વૈજ્ઞાનિકને કે ત્યાં સુધારો કરે. પછી અહીં સુધારો કરવાની વાત કરજે, જ્ઞાની કહે છે કે જન્મ સમયનું સુખ અનંત ગણું છે, છતાં તમે કહેશે કે અમને જન્મ સમયનું દુઃખ યાદ નથી. શું તમને યાદ છે તેને તમે માનો ! ખેર. તમને યાદ નથી એ વાત છોડી દે. પણ અત્યારે જે જન્મે છે તે તે તમે જાણે છે ને? કંઈકના જન્મ સમયે કેટલી દેખાદેડી થઈ પડે છે! ફેકટરના શરણે જવું પડે છે. અને ડોકટરને લખી દેવું પડે છે કે નાના જીવનું જે થવું હોય તે થાય પણ મોટા જીવને બચાવે. બીજી વાત તમારા અનુભવની કરું. માની લો કે તમને પેટમાં અસહ્ય દુખાવે થ. ડોકટરને બતાવ્યું. તેને અભિપ્રાય છે કે એપેન્ડીશનું દર્દ છે, અને ઓપરેશન કરાવવું પડશે, તુરતજ દર્દીને ઓપરેશન થીયેટરમાં લઈ જાય છે અને ઓપરેશન કરતાં પહેલાં તેને કલેરેફામ સુંઘાડી બેભાન કરી દેવામાં આવે છે. પછી પિટ ચીરી બગાડ કાઢી ટાંકા લઈ લે છે. કેફ ઉતર્યા પછી દર્દીને પૂછે કે તેને કેવું દુઃખ થયું તે તે દુઃખનું વર્ણન કરી શકશે નહિ. તે જ રીતે જન્મના દુઃખનું આપણે સમજી લેવું જોઈએ. , બીજું દુઃખ વૃદ્ધાવસ્થાનું છે. જ્ઞાનીએ કહ્યું છે કે “જરા દુફખ” કાને સંભળાય નહિ, આંખે દેખી શકાય નહિ, નાકમાંથી ચીકણું પાણી વહેતા હોય, કમર વાંકી વળી જાય, શરીર કામ કરતું ન હોય. પુત્રે જવાબ આપતા નથી અને પત્ની દાદ દેતી નથી,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy