SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પથ્થર જેવા પૈસા અને પારસ જેવા પ્રભુ, એમાં કોણ તમને પ્યારું બે પૈસા કે પ્રભુ... તમારા હૈયે હાથ મુકીને બેલે કે કોણ વહાલું છે ? (સભામાંથી અવાજ:- પ્રભુ બહાલા છે. હસાહસ). તમારી વાત ઠીક છે, કારણ કે તમે અહીં બેઠા છો ત્યાં સુધી તમને પ્રભુ વહાલા છે. અહીંથી બહાર નીકળ્યા કે પૈસા વહાલા થઈ જાય છે. કેમ બરાબર છે ને? હું તમને પૂછું છું કે કેઈએ નેટના બંડલ ભેગા કર્યા હશે પણ તેમને કેન્સરને રોગ થયે. ન્યુમોનિયા કે ટાઈફોઈડ થયે, તે સમયે નોટે પાથરીને સૂવાડવામાં આવે તે પણ રાગ શાંત થશે ખરે? છેવટે ડોકટરને બેલાવવામાં આવે અને ડોકટરને પણ કહી દો કે ભલે ૫૦૦૦ રૂપિયા લે, પણ એને રેગથી મુકત કરે. તે ડોકટર પણ કહી દેશે કે આમાં મારે કઈ ઈલાજ કામ આવે તેમ નથી. ત્યાં તમે દુખીરૂ છો. જ્યારે તમને પાપનો ડર લાગશે ત્યારે તમે પાપભીરૂ બનશે; શાસનમાં ભલે ૫૦૦ શ્રાવક ન હય, પાંચ જ હોય, પણ તે પાપભીરૂ હોવા જોઈએ. આજે અમારા પૂજ્ય જશુબાઈ મહાસતીજીની પુણ્યતિથિ છે. સાણંદમાં અમે બંનેએ એક જ સાથે ૧૯૯૬માં દીક્ષા લીધી હતી. સંસારમાં તેમનું નામ જીવીબેન હતું. તેઓ ૨૫ વર્ષની નાની ઉંમરમાં જ વિધવા થયા હતાં. તેમને એક પુત્રી હતાં. તેમને સંયમની ભાવના જાગેલી પણ કુટુંબમાંથી રજા મળતી ન હતી. એવામાં મને વૈરાગ્યભાવ આવે. અને દીક્ષા નકી થઈ, ત્યારે તેઓ કહે કે, તું આટલી નાની વયમાં સંયમ પંચે જાય છે અને હું રહી જઈશ. તેમણે તેમના કુટુંબીજનોને પિતાની દીક્ષા લેવાની તીવ્ર ભાવના જણાવી અને આજ્ઞા મેળવી. અમે બંનેએ એક જ દિવસે પૂ. ગુરૂદેવ રતનચંદ્રજી મહારાજ સાહેબ તેમજ પૂ. ગુરૂણી પાર્વતીબાઈ મહાસતીજી પાસે ૧૯૬ના શાખ સુદ છઠના દિવસે ભાગવતી દીક્ષા લીધી. સાધનામાં મને એમને ખૂબ સહકાર હતે. પણ એ અમારી જોડી અખંડ રહી શકી નહિ. કાળ કેઈની રાહ જોતો નથી. સંવત ૨૦૧૬માં અમારૂં ચાતુર્માસ સાબરમતી હતું. ત્યારે તેમનું ચાતુર્માસ સુરત પાસે કઠોર ગામમાં હતું. આગલી સાલ તેમણે સુરત ચાતુર્માસ કરેલું. તે સમયે તાપી નદીમાં સખત પૂર આવ્યું. આખા સુરતમાં પાણી પાણી થઈ ગયું. એ પાણી આખા ગામમાં ભરાઈ ગયા. જે ઉપાશ્રયમાં તેઓ રહેતાં હતાં તે ઉપાશ્રયમાં પણ પાણી ભરાઈ ગયા. સીડીના પગથિયાં સુધી પાણી આવી ગયા. સૂર્યાસ્ત થઈ ગયા હતા. બાજુમાં રહેલાં શ્રાવકે કહે છે, મહાસતીજી! અમારા મકાનમાં આવી જાવ. કારણ કે ઉપાશ્રયનું મકાન એક મજલાનું છે. અને અમારું મકાન બે માળનું છે. રાત્રે વધુ પાણી ભરાઈ જશે અને સીડી ડૂબી જશે તે આ૫ મુશ્કેલીમાં મૂકાઈ શે. તે વખતે પૂ. મહાસતીજીએ શ્રાવકેને સાફ કહી દીધું કે જે થવું હોય તે થાય. શા. ૧૭
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy