SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. કરતા નથી, પણ ખટકે ત્યારે જ તેને કાઢવા પુરૂષાર્થ કરે છે. તેમ જેને જન્મ-જરા અને મરણના ફેરા ખટકે છે તે જ તેને ટાળવાના ઉપાયે શેધ છે. પહેલાં તે એ વિચારે છે કે જન્મ-જરા અને મરણના ફેરાનું મુખ્ય કારણ શું છે? રા ય દેવિ ય કમ્મબીયં, કમ્મ ચ મેહ૫ભવં વયપિતા કમ્મ ચ જાઈ મરણસ્સ મૂલં, દુકખંચ જાઈ મરણું વયન્તિ ઉ. સૂ. અ. ૩૨-૭ રાગ અને દ્વેષ કર્મનાં બીજ છે. તેનાથી કર્મ બંધાય છે. અને કર્મના કારણે મેહ થાય છે. કર્મ એ જ જન્મ-મરણનું મૂળ છે, અને જન્મ-જરા અને મરણ એ જ દુઃખ છે. રાગ અને દ્વેષ એ જ આત્માનું અહિત કરનાર મોટા દુશમને છે. આજે જે કંઈ કલેશ, ઝગડા, ટંટા દેખાય છે તે રાગ અને દ્વેષને કારણે જ થાય છે. એક વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે જ્યારે આપણને રાગ થાય છે ત્યારે બીજા પ્રત્યે દ્વેષ થાય છે. જેમ તમારે પાડોશી તમારી એક તસુ જમીન દબાવે તે તમે તેની સાથે ઝગડે કરે, તેથી ન માને તે તમે તેની સામે કેસ કરે, કારણ કે પુત્ર માટે ઘર બનાવ્યું છે, તેની જમીન ઓછી થઈ જાય. આ તમને બતાવી આપે છે કે પુત્ર પ્રત્યે તમને રાગ છે અને પાડોશી પ્રત્યે દ્વેષ છે. જેને સંસાર દાવાનળમાંથી ઉગરવાની જિજ્ઞાસા જાગી છે તે જ તેના ઉપાય શોધે છે. તમને કઈ રોગ લાગુ પડ્યો, તેની દવા લેવા માટે ડોકટર પાસે ગયા અને દવા લાગ્યા. હવે એ દવા કડવી છે. તેને બૂચ ખેલતાં બીજાને પણ વાસ આવે છે. વગર પીધે પણ ઉછાળા મારે તેવી દવા પણ રોગ મટાડવા માટે પી જાય છે, તેમ જ આત્માને આચરણ કરવું કઠિન લાગે છે તે રૂ યા ન રૂચે છતાં કર્મના બીજને બાળનાર એ ઔષધિ છે, એમ સમજે તે જન્મ-જરા ને મરણનાં રોગ મટી શકે. કામગ એ ભયંકર વિષ સમાન છે. વિષ તે માણસ પીએ તે ઝેર ચઢે છે અને તે મરી જાય છે. પણ વિષયનાં વિષ તે એવાં છે કે જેને જોવા માત્રથી, વિષય સંબંધી કથા સાંભળવાથી પણ તેનાં ઝેર ચડે છે. માટે જ્ઞાનીઓ કહે છે કે વિષયોનું ઝેર ચઢે એવા સાધનાથી પાછા હઠ, જ્યારે આજે તે એનાથી ઉલટું જ બની રહ્યું છે. એક સીનેમાની નટી બહાર નીકળવાની હોય તે હજારો યુવાને તેને જોવા માટે સીનેમા ટોકીઝમાં જાય. અને તે નટીનું અનુકરણ કરે. પછી કામગ વધે નહિ તે બીજું શું થાય ? પણ ચામડાના પૂજારીઓ ! તમે યાદ રાખજો કે આજ નહિ તે કાલ પણ બ્રહ્મચર્યનું પાલન તે કરવું જ પડશે. માણસ પિતાનું ચારિત્ર ગુમાવી દે છે તે તેને મહાન નુકશાન થાય છે. વિષયથી અંધ બનેલે માનવ કેવા કુકર્મો કરે છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું છું. દષ્ટાંત - એક માતાને વહાલસે એકને એક પુત્ર હતે. માતા બાળપણમાં જ વિધવા થઈ હતી. પણ પાસે પૈસો ઘણે હતે. એક પુત્ર ઉપર તેની આશાના મિનારા બંધાયા હતાં. દુનિયામાં બધું જ ખરીદી શકાય છે પણ માતાનું હેત ક્રોડેની કિંમત
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy