SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ઘરના માણસને ઓરડામાં જવું હતું પણ અંદરથી બાપા બહાર ન આવે ત્યાં સુધી કેની તાકાત છે કે જઈ શકે? જમવાને ટાઈમ થયે પણ બાપા બહાર ન આવ્યા. સાંજ પડવા આવી પણ બાપા બહાર નીકળ્યા નહિ. ત્યારે પુત્રવધૂઓ કહેવા લાગી કે આ રૂમ ખેલે તે ખરાં. બાપા તે લેભી છે, કેને ખબર શું કરતા હશે? હિંમત કરી રૂમ છે તે અંદર બાપા નથી. તિજોરીની ચાવીઓ બહાર છે તે બાપા કયાં ગયાં? ખૂબ તપાસ કરી પણ બાપાને પત્તો ન લાગ્યું. ત્યારે થયું કે લક્ષમીના લભી બાપા લક્ષમીના મેહના કારણે કદાચ તિજોરીમાં તે નહિં પેસી ગયા હેય ને! તિજોરી ખેલે છે તે અંદર શેઠનું મડદું પડયું છે. કોડની સંપત્તિ મેળવી, એ કોણાર્ક જે રાત દિવસ રક્ષણ કરતા હતા તે સંપત્તિ તેને બચાવી શકી? પુદગલના રંગરાગમાં પડે જીવ પોતાને આ ભવ અને પરભવ બગાડે છે. અને જાગૃત આત્મા આ ભવ અને પરભવને સુધારે છે. હવે બે કમાર યશાભાર્યાને ત્યાં જન્મ લેશે અને એ બનશે તેના ભાવ અવસર કહેવાશે. વ્યાખ્યાન ન. ૧૫ અષાઢ વદ અમાસ ને શનિવાર તા. ૧-૮-૭૦ અનંત કરૂણાનિધિ શાસનપતિ શ્રી મહાવીર સ્વામીએ આજથી ૨૫૦૦ વર્ષો પૂર્વે વિશ્વના આંગણે ધર્મને દિપક પ્રગટાવ્યું. તેમણે પિતાના કેવળજ્ઞાનમાં જોઈને જીવને બતાવ્યું કે “દુઃખ પાપાત્ સુખં ધર્માત્ ” દુઃખનું કારણ પાપ છે અને સુખનું કારણ ધર્મ છે. નાથે સમજાવ્યું છે કે હે ભવ્ય જીવો ! દુઃખથી મુક્ત થવા માટે પાપને ત્યાગ કરે અને પરમ સુખની પ્રાપ્તિ કરવા માટે ધર્મનું શરણ સ્વીકારે. આપણને જ્ઞાનીઓએ કેટલે સુંદર માર્ગ બતાવે છે! બસ, આ જ મૂળભૂત વાતને અનેકાન્ત દ્રષ્ટિ બિંદુથી સમજાવવા શાસ્ત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ શાસ્ત્રોને સરળ આત્માઓ તે શ્રદ્ધાપૂર્વક સમજીને સ્વીકારે છે. અને શાસ્ત્રોના કથન મુજબ પિતાના આત્માને શુદ્ધ કરવા પુરુષાર્થ કરે છે. પરંતુ મનુષ્ય ધર્મશાને આજે શ્રદ્ધાથી માની લેવા તૈયાર થતું નથી. તેવા જ પ્રત્યે કરૂણાષ્ટિથી ભગવાન મહાવીર દેવે સેંક તર્ક પ્રમાણે બતાવ્યા. ધર્મના તને તર્કથી સમજાવનાર દર્શનશાસ્ત્ર કહેવાય છે. ભવ બંધનના ફેરાથી છોડાવનાર હોય તે સર્વ બતાવેલે માગ જ છે. જુઓ - મકાવીએ મર્કટને નાચવાની, ખેલવાની અને કુદવાની કળા શીખવાડી. હજારે માણસની
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy