SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ પ્રસન્ન ચિત્ત બની જતા. પર્યુષણ પર્વમાં તેઓ એકસાથે છ છ પૌષધ કરતા, એટલું જ નહીં પણ એક બે વાર તો તેમણે એક સાથે ૮ પૌષધ પણ કર્યા હતા. સ્થાનકવાસી જૈન સમાજમાં તેઓ ખૂબજ આગળ પડતા અગ્રેસર હતા. અને એટલા જ માટે સ્થાનકવાસી જૈન સમાજે જ્ઞાતિના શેઠ તરીકે માનદ હોદ્દો આગે હો. ઉંમર લગભગ ૬૪ વર્ષની થઈ. શરીર સંપૂર્ણ તંદુરસ્ત હતું. તેમાં સંવત ૨૦૧૦ના ફાગણ સુદ ૧૩ તા. ૧૭–૩–૧૫૪ના રેજ બજારમાંથી ઘેર આવ્યા બાદ પ્રતિક્રમણ કર્યું, ચૌવિહાર કર્યો. પછીથી તરતજ અજીર્ણ જેવું જણાતાં પોતાના ધર્મપત્ની, પુત્ર તથા પુત્રી વિ.ને બેલાવ્યા. અને પોતાના દર્દની હકીકત કહી. તરત જ પુત્રએ ડોકટરને લાવ્યા. ડોકટરે રાત્રે લેવાની દવાની એક પડીકી આપી અને દવા લેવા માટે કુટુંબીજાએ ખૂબજ આગ્રહ કર્યો, પરંતુ ધર્મની અપાર શ્રદ્ધા રાખનાર આ મહાન માનવીએ પિતાના કુટુંબીજનેને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મારે ચૌવિહાર છે. હું કેઈપણ સંજોગોમાં મારા વ્રતને ખંડિત કરવાનું નથી. સૌએ જ્યારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે તેમણે કહ્યું કે હવે મારું આયુષ્ય ટકવાનું નથી, હું ડીજ ક્ષણેને મહેમાન છું, શરીર નાશવંત છે. દેહને ભોસ નથી માટે તમે બધા મારા મૃત્યુ બાદ કેઈ "જલની અશાન્તિ કરતાં નહિ. “નામ છે તેને નાશ છે” અને “જન્મ છે તેનું મરણ છે”. એન્મ અને મૃત્યુ કુદરતને ક્રમ છે, એટલે મારા મૃત્યુબાદ જરા પણ શોક કરતા નહિ એવી સુંદર શબ્દમાં ભલામણ કરી કે ધર્મધ્યાન કરશે અને સૌ સંપથી અને પ્રેમથી રિહીને તમારા સૌનું જીવન ખૂબજ સારી રીતે અને ઈજજત આબરૂ વધારીને ચલાવશે એજ મારે તને વારસો છે, એવી સુંદર ભલામણ કરતાં તેમના બીજા નંબરના સુપુત્ર શ્રી જીવણભાઈ વધારે પડતા લાગણીશીલ થઈ રડી પડ્યા. ત્યારે તેમણે કહ્યું કે બેટા ! શા માટે રડે છે? ઢીલે થાય છે? જન્મ-મરણ એ કુદરતને કેમ છે અને મારી ઉંમર ૬૪ વર્ષની થઈ છે. પછી મૃત્યુ આવે તેમાં શી હરકત ! માટે શાન્તિ રાખે. આમ કહ્યું અને કુટુંબ પ્રત્યેની તમામ ભલામણ કર્યા બાદ ડીજ વારે દર્દીની વ્યાધિ વધારે વધતાં તેઓશ્રીને આત્મા નવકાર મંત્રનું એકધારું સ્મરણું કરતાં આ નાશવંત દેહને છોડીને સંવત ૨૦૧૦ના ફાગણ શુદ ૧૪ તા. ૧૮-૩–૧૫૪ ની વહેલી, સવારે ૧૦-૧૫ મીનીટે એટલે કે સવા દસ વાગ્યે પ્રયાણ કરી ગયા. તેઓશ્રીના આ કરી ગયા. તેઓશ્રીના આત્માની શક્તિ ઈચ્છી અને સહકુટુંબે તેમની અંતિમ કીયા વિગેરે કરી લીધું. પ. વ. પદમશીભાઈ શ્રી ખંભાત સંપ્રદાયના પૂ. બા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાપુનીજીના સંસાર પક્ષે મામા થાય છે. સ્વ.ને પરિવાર ખૂબજ ધર્મ ભાવનાવાળે છે. તેમના ધર્મ પત્ની, સુપુત્ર, સુપુત્રીઓ, તેમજ પુત્ર વધૂઓ વિ. તથા તેમના સુપુત્ર સંઘવી જીવણલાલ પદમશીભાઈ તથા તેમનાં ધર્મપત્ની અ. સૌ લીલાવંતી જીવણલાલે આ પુસ્તક પ્રગટ કરવા માટે ખૂબજ જહેમત ઉઠાવી છે. લી. તેમને પરિવાર
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy