SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ નહિ આવું તે કેમ જ બનવા દેવાય? અમે નિર્ધાર કર્યો છે, અડગ નિશ્ચય કર્યો છે કે એ નષ્ટ થતા કૃતનું નવપ્રકાશન [પુનર્મુદ્રણ કરીને એનું રક્ષણ કરવું અને એ મંગળ વારસો ભાવી પેઢી માટે સુરક્ષિત કરો અને જ્ઞાન ભંડારેમાં સંસ્થાપિત કરી દે. કમલ પ્રકાશને આ બીડું ઝડપ્યું છે. અમારી સંસ્થા એટલે સમગ્ર જૈન સંઘની સંસ્થા. બેશક, અમે આ બીડું ઝડપ્યું છે ખરું પરંતુ એની સફળતાને આધાર આપના ઉપર છે, સંઘ ઉપર છે, સંઘના અગ્રગણ્ય વહીવટદારે ઉપર છે. આ બધાને અમને સાથ મળે તે આપણું અલભ્ય અને દુર્લભ્ય ગ્રન્થનું પુનઃ પ્રકાશન કરવાનું હાથ ધરેલું કાર્ય સહજમાં તે નહિ, પરંતુ ઓછી કઠિનાઈઓ પાર પડે તેવું છે. પૂજ્ય આ. ભગવંતે તથા પૂ. વિદ્વાન મુનિવરે અમને યોગ્ય માર્ગદર્શન આપે અને અપ્રકાશિત તથા અલભ્ય ગ્રન્થની સૂચિ મેલી આપે અને સંઘના વહીવટદારે જૈન સંઘને શ્રુતજ્ઞાનનું મહત્વ સમજાવી આ માર્ગે જ્ઞાનદ્રવ્યને અને દાનને પ્રવાહ વાળે તે અમારા કાર્યમાં એ પાયાને સહકાર આપે ગણશે. આજે અનેક શહેર તથા ગામના સંઘમાં જ્ઞાનખાતાનું અણવપરાયેલું ઘણું નાણું પડયું છે. તેને ઉપયોગ કરવાને સમય હવે પાકી ગયા છે. શ્રી સંઘના આગેવાને આ વાતને સમજે અને સમ્યકૃતના વારસાને સુરક્ષિત કરવાના અમારા પ્રયાસને વેગ આપે એવી વિનમ્ર પ્રાર્થના છે. એ પણ સ્મરણમાં રાખવાનું અતિ આવશ્યક છે કે આ પરિપકવ સમયે જ્ઞાનખાતાની એ રકમને યોગ્ય ઉપયોગ કરી લેવામાં નહિ આવે તે એ નાણું ખોટે માર્ગે વપરાઈ જવાને ભય પણ માથે તળાઈ જ રહે છે. કારણ કે સરકારના ડોળા આવા ધર્મદ્રવ્યની રકમ ઉપર કયારનાય કતરાઈ ચૂક્યા છે. આવા સમયે કેઈપણ શાણું આગેવાનની ફરજ શું હેઈ શકે? ગ્ય સમયે શ્રુતસમુદ્વારના એગ્ય કાર્યમાં સંઘના આગેવાને આ દ્રવ્ય નહિ વાપરે તે કયારે વાપરશે?
SR No.023161
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1967
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy