SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ પાના છે-આ પાંચ વસ્તુની ફકત ૫૦૦ નકલ છે તેથી તે ૫૦૦ પુસ્તકોમાં જ આવશે. આ ચારે ભાગમાં પ્રુફો તપાસી શુદ્ધિ રાખવા ઘણી કાળજી રાખવામાં આવી છે, છતાં પણ કોઈક ઠેકાણે ઉપયોગ શૂન્યતાયે કોઈ ભૂલો રહી ગઈ હોય તો જોઈ સુધારી વાંચવા ખપ કરવો. આ પુસ્તકમાં લખાયેલા વિષયો તેમ તેમાં આવેલ વસ્તુઓ બરાબર જોઈ તપાસીને લખેલ છે, છતાં પણ ઉપયોગ શૂન્યતાયે કે કાંઈ સમજફેરથી જો વિરૂદ્ધ લખાયું હોય તો તેનો હું ત્રિવિધે મિચ્છામિદુક્કડં માગું છું. અને તે સુજ્ઞ સજ્જન પુરૂષોને સુધારી વાંચવા સપ્રેમ વિનંતી કરૂં છું. આ પુસ્તકમાં આપેલા વિષયોનો વસ્તુવિસ્તાર મેં મારા માટે જ લખ્યો છે અને તે લગભગ દોઢસોથી પણ વધુ પુસ્તકોનું દોહન (સાર) છે, અને તેમાં ૨૬૩ વિષયોને ૭૧૩૪ થી પણ વધુ ઉપયોગી વસ્તુઓનો સંગ્રહ છે. આના આશ્રયી પુસ્તકોના થોડાક નામો બાજુના પાનામાં જણાવ્યા છે તે વાંચી જુઓ. આ પ્રમાણે તૈયાર કરેલ લખાણને સહાયકોની સહાયથી પુસ્તકરૂપે શ્રી કપૂર પુસ્તકાલય સમૌવાળા તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું છે, તેનો સુજ્ઞને વિવેકી વાંચકવર્ગ–સાદરને હંસવૃત્તિએ વાંચી લાભ લેશો. અહીં આ પુસ્તકના આશ્રયી પુસ્તકોના કર્તાઓનો તેમ તે તે પુસ્તકોના પ્રકાશકોનો સાદર ઉપકાર માનતો તેમ તેમાંની બીજી પણ વસ્તુઓના મદદગાર સજ્જનો તેમ તેના પ્રુફો જોવા મદદ કરનારનો, અને તેમાં સારી સહાનુભૂતિ આપનાર વિગેરે દરેકે દરેક ઉપકારીઓનો સુહૃદયે ઉપકાર માની વિરમું છું આ પુસ્તકની કોઈ પ્રકારે આશાતના ન થાય તેવો વિવેકી સુજ્ઞ વાંચકો લક્ષ રાખશો. ૐ શાંતિ, શાંતિ, શાંતિ વીર સં. ૨૪૬૦ વિ. સં. ૧૯૯૦ ચૈતર સુદિ ૧૫ પાલીતાણા લી. સદ્ગુરૂ ચરણોપાસક લલિતવિજય
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy