SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન સુજ્ઞ ને વિવેકી વાચકવર્ગ, આ કપૂર કાવ્ય કલ્લોલના ૫-૬-૭-૮ ભાગે આ બીજું પુસ્તક સમાપ્ત થયું છે, એટલે તેના કુલ આઠ ભાગ છે અને તેના ચૌદસો (૧૪%) થી પણ વધારે પાના છે તેથી તે બહુ ભારે થવાના લીધે તેના ૧-૨-૩-૪ ભાગનું એક પુસ્તક જુદું બંધાવી બહાર પાડયું છે. તેના પાના પ૫૦ છે તેમાં સ્તવન, ગહુંલી, સજઝાય, ભજનપદાદિ કુલ ૭૧૭ના આશરે છે. તેના પહેલા ભાગમાં ૧૮ ચૈત્યવંદન, ૧૮૭ સ્તવનાદિ, ૪ કાવ્ય, ૧૧ મનહર છંદ, ૨૫ સ્તુતિઓ છે. બીજા ભાગમાં ૯૫ ગહુલીઓ અને ૧૫ પદાદિ છે. ત્રીજા ભાગમાં ૧૧૧ સઝાયો, ૧૮ પદાદિ, ૧૬ અનુવાદન કાવ્યો અને ચોથા ભાગમાં ૧૫૭ ભજનપદાદિ અને ૬૦ ઉપદેશક પદો છે. આ કપૂર કાવ્ય કલ્લોલના આઠ ભાગો કેમ અને કેવી રીતે લખાયા તેનો વિસ્તારે ખુલાસો પહેલા ચાર ભાગના પુસ્તકના નિવેદનમાં જણાવી ગયા છીએ ત્યાંથી જોઈ લેવો. તે પુસ્તકમાં જણાવ્યું હતું કે હવે તેના ૫-૬-૭ એમ ત્રણ ભાગ બાકી છે. તે તો આગમના સારરૂપ છે અને તેમાં ૫૦ થી 6 પુસ્તકનો આશરો લેવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું, પણ તેમાં બીજી વધુ ઉપયોગી બાબતો દાખલ કરવા માટે ઘણા મુનિમહારાજોની તેમ ઘણા શ્રાવકજનોની પ્રેરણાથી બીજી ઘણી શાસ્ત્રોકત ઉપયોગી વસ્તુઓનું ઉમેરણ કરાયું, તેથી પ્રથમ તેના ૪૦૦ થી ૫૦૦ પાના થવા ધારેલા પણ તે ધારવા કરતાં ઘણું જ લખાયું તેથી તેનું આ પ-૬–૭ભાગમાં જેટલું સમાવવા જોગનું હતું તેટલું તેમાં સમાવ્યું અને બાકીનું જે વધ્યું તેનો આઠમો ભાગ કર્યો છે. આના પાંચમા ભાગનું નામ વીતરાગવર્ણન' રાખ્યું છે, તેમાં તીર્થકરો તેમ ત્રેસઠ શલાકી પુરૂષો સંબંધીની ઘણી જાણવાજોગની હકીક્ત છે. તેના ૧૯૪ પાના છે. તેમાં એક મહાદેવ અષ્ટક, ૫ સ્તવનો, ૭૨ મનહરાદિક છંદો-છપ્પા, પાર્શ્વનાથનો ૧૦૮ નામનો છંદ, ૩૦૦ દુહા અને બાકીનું બધું એ ગદ્યમાં છે. તથા છઠ્ઠા ભાગનું નામ
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy