SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) વ્યાપીને રહેલા હી બીજને અધ્યાસ કરીને રહેલા અહંતના નિરંજન (લેપ રહિત) બિંબને લલાટને વિષે રાખીને હું નમન કરૂં છું. ૧૪. अक्षयं निर्मलं शान्तं, बहुलं जाड्यतोज्झितम् । निरोहं निरहङ्कार, सारं सारतरं धनम् ॥ १५ ॥ વળી તે બિંબ ક્ષય રહિત, નિર્મળ, શાંત, વિસ્તારવાળું, જડતા રહિત, ઈચ્છા રહિત, અહંકાર રહિત, સારભૂત, અતિ સારવાળું, ઘન–ગાઢ ૧૫. अनुद्धतं शुभं स्फीतं, सात्त्विकं राजसं मतम् । तामसं विरसं बुद्धं, तैजसं शर्वरीसमम् ॥ १६ ॥ ઉદ્ધતપણા રહિત, શુભ, દેદીપ્યમાન, સર્વ ગુણવાળું, રજે ગુણવાળું, તમે ગુણવાળું, રસ રહિત, જ્ઞાનવાળું, તેજવાળું અને રાત્રિ સમાન માનેલું છે. ૧૬ साकारं च निराकारं, सरसं विरसं परम् । परापरं परातीतं, परंपरपरापरम् ॥ १७ ॥ સાકાર એટલે ઉપાસકની આરાધના માટે મૂર્તિમાન, નિરાકાર એટલે સિધાવસ્થાની અપેક્ષાએ હસ્ત–પાદાદિક અવયવ રહિત, | સરસ એટલે આરાધકને વાંછિત ફળ આપનાર હોવાથી રસવાળું, વિરસ એટલે પોતે કોઈ પણ પ્રકારના રસ રહિત, પર એટલે સર્વથી ઉત્કૃષ્ટ, પરાપર એટલે દેવરૂપ ગુરૂ, પરાતીત એટલે પરા- પ્રતિકૂળતાથી અતીત-૨હિત અર્થાત્ સર્વ પ્રાણીઓને અથવા આરાધકને અનુકૂળ, તથા પરંપરપરા પરં-પરંપરાએ કરીને એટલે | અનુક્રમે ચાલ્યા આવતા તીર્થકરરૂપ ગુરૂ છે. ૧૭ एकवण द्विवर्णं च, त्रिवर्णं तुर्यव(चतुर्व)र्णकम् । पञ्ववर्ण महावर्ग, सपरं च परापरम् ॥१८॥
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy