SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) દંભત્યાગ અધિકાર. તે દંભ કે છે? દંભ–મુક્તિરૂપી લતામાં અગ્નિરૂપ છે, દંભ, ક્રિયારૂપી ચંદ્રમાં રાહુરૂપ છે, દંભ, દર્ભાગ્યનું કારણ છે અને દંભ, અધ્યાત્મ સુખની અર્ગલા-મૂંગળરૂપ છે. ૧ દંભ-જ્ઞાનરૂપી પર્વતમાં વા સમાન છે, દંભ, કામરૂપ અશ્વિમાં હેમવાનું દ્રવ્ય છે; દંભ, દુઃખને મિત્ર છે અને દંભ વત લક્ષમીને ચાર છે ૨ સંભથી વ્રતને ધારણ કરી જે માણસ પરમપા–મોક્ષની ઈચછા રાખે છે, તે લોઢાના નાવ ઉપર બેસી સમુદ્રના પારને પામવા ઈચ્છે છે. ૩. જે દંભને દૂર કર્યો ન હોય તે, પછી વ્રત અને તપ કરવાથી શું ? જે દ્રષ્ટિનું અંધપણું ન ગયું હોય તે, પછી દર્પણ કે દીવા શા કામના છે? ૪ કેશને લાચ, પૃથ્વી પર શય્યા, ભિક્ષા અને બહાચર્ય વગેરે સર્વે મુનિના આચાર, જેમ ડાઘાથી માટે મણિ દૂષિત થાય છે, તેમ એક દંભથી દૂષિત થઇ જાય છે. ૫ રસમાં લંપટપણે છેડી શકાય છે, દેહ શોભા ત્યજી શકાય છે અને કામગ વગેરેને ત્યાગ થઈ શકે છે, પરંતુ દંભનું સેવન ત્યજવું મુશ્કેલ છે. ૬ પિતાના દોષ ઢંકાય, લોકમાં પિતાની પૂજા થાય, અને પિતાનું ગૌરવ થાય–એટલાજ માટે ભૂખ લેકે દંભથી હેરાન થાય છે. ૭ - જેમ અસતી-કુલટા નું શીલ તેના અશીલની વૃદ્ધિને માટે થાય છે તેમ વેષધારી દંભીઓનું વ્રત તેના અવતની વૃદ્ધિને અર્થ થાય છે. ૮ મૂર્ખ લેકે દંભના પરિણામને જાણતા હોય, તે પણ તે ઉw વિશ્વાસ ધારણ કરી પગલે પગલે અલના પામે છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy