SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦૫) હતા, તેમ બીજા પણ ઘણા ધર્મના કાર્યો સારા પ્રમાણમાં કરાવ્યા હતા, તેમનું સંપૂર્ણ વિસ્તાર વૃતાંત પરિશિષ્ટ પદિ ગ્રંથેથી જાણી લેવું. વિક્રમરાજાને સમય અને રાજરિદ્ધિ. તેના ૪૭૦ વર્ષ અને વિક્રમ–જે રાત્રી મહાવીર પ્રભુ નિર્વાણ થયું–તેજ દિવસે અવંતીનગરીમાં પાલકનો રાજ્યાભિષેક થ, તે પાલક ચંદ્રપ્રદ્યોતને પાત્ર થાય, તેણે ૬૦ વર્ષ રાજ્ય કર્યું, તેના પછી શ્રેણિકને પુત્ર કેણિક અને કેણિકને પુત્ર ઉદાયી, જ્યારે અપુત્રી મુ ત્યારે તે ગાદી પર નંદ નામે નાઈ બેઠા, તે ગાદી પર નંદના નવ રાજા થયા, અને તેમને ૧૫૫ વર્ષ રાજ્ય કર્યું, નવમા નંદની ગાદી પર મર્યવંશી ચંદ્રગુપ્ત રાજા થયે, તેને પુત્ર બિંદુસાર, તેને પુત્ર અશોક, તેને પુત્ર કુણાલ, તેને પુત્ર સંપ્રતિ રાજા થયે, તે સર્વેએ ૧૦૮ વર્ષ સુધી રાજ્ય કર્યા, આગળના સર્વે રાજાઓ પ્રાયે જેની હતા, તેના પછી ૩૦ વર્ષ પુષ્પમિત્રનું રાજ્ય થયું, પછી બાળમિત્ર, ભાનુમિત્ર એ એનું રાજ્ય ૬૦ વર્ષ ચાલ્યું, પછી નભવાહનનું રાજ્ય ૪૦ વર્ષ ચાલ્યું, ત્યાર પછી ૧૩ વર્ષ ગધબિલનું રાજ્ય ચાલ્યું, ત્યાર પછી ૪ વર્ષ શકેનું રાજ્ય રહ્યું, ત્યાર પછી શોને જીતી વિક્રમાદિત્યે પોતાનું રાજ્ય જમાવ્યું, એ પ્રમાણે ૪૭૦ વર્ષ જાણવા-વિક્રમ રાજા ઉઝયની નગરીમાં થયા છે. વિક્રમાદિત્યને સંઘ–શ્રી સિદ્ધસેનના ઉપદેશથી શ્રી શત્રુંજયને કાઢેલ સંધનું વર્ણન. ૧૬૯ સેનાના અને ૫૦૦ હાથીદાંતને ચંદનના દેરાસર હતા, સિદ્ધસેનસૂરિ આદિ ૫૦૦૦ આચાર્યો, ૧૪ મુકુટ બધી મોટા રાજાઓ, ૭૦૦૦૦૦૦ લાખ શ્રાવક કુટું, ૩૬૦૦ હાથી, ૧૮૦૦૦૦૦ લાખ ઘાડા, ૧૧૦૦૫૦૦૦ ગાડાં એમ ખરચર, ઊંટ, પિઠીયા વિગેરે પણ જાણી લેવું. | વિક્રમ રાજાની રાજ્ય વિધિ. ૮૦૦ મુકુટબપી રાજાએ હમેશાં સેવામાં રહેતા હતા. ૧૦૦૦૦૦૦૦ મહાન પરાક્રમી શૂરવીર સુભટ હતા. ૧૬ ઉત્તમ પંડિત હતા. ૧૬ વિદ્વાન ભાટકવિ હતા.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy