SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) નાંખે છે, તેથી ચારિત્રના અથી સાધુએ ઇંદ્રિય જય કરવા દઢ પ્રયત્ન કરવો. પુષ્પમાળા. મદ મદનને સર્વથા જીતનારા તન, મન, વચનના દેષ રહિત અને નિસ્પૃહી એવા સુવિહિત સાધુઓને અહીંજ મેક્ષ છે. જ્યારે તારૂ મન વાઘથી જેટલુ ડરે છે, તેટલું જ પરનિંદાથી, અને વિષધરથી જેટલું ડરે છે, તેટલું જ પરથી ડરતું રહેશે એટલે પ્રાણાતે પણ પરનિંદા અને પરદ્રોહમાં પ્રવૃત્તિ કરીશ નહી, ત્યારે જ તને પરં સુખની પ્રાપ્ત થશે. ક્રોધાતુર થયેલા શત્રુ ઉપર અને શુદ્ધ અત:કરણવાળા સજજન ઉપર, જ્યારે તારૂં મન સંભાવ ધારણ કરશે, ત્યારે જ તને પરસુખની પ્રાપ્તિ થશે. જેઓ કષાયને ઉપસમાવી શાંત બન્યા છે, તે જ પરમ સુખી છે, માટે કદાપી ક્રોધાદિ કષાય સેવવા નહિ ક્રોધાદિકથી પ્રાણીઓ કેવા દુઃખી થાય છે તેનો વિચાર કર. સાધુએ-સવારે દશ પડિલેહણા કરી છેવટના સૂર્યોદય વખતે ડાંડા ને પડિલેહે જોઈએ. આચારાંગ - સાધુએ પડિલેહણ વખતે બેલવાથી છકાયની વિરાધના કહી છે, માટે પડિલેહણમાં સાધુ સાધ્વીયે બોલવું નહી. સાધુને કંદરે બાંધવાનું આવશ્યક વૃત્તિ, ધર્મરત્નપ્રકરણ વૃત્તિ, ઉત્તરાધ્યયન વૃત્તિ વિગેરેમાં છે, આર્ય રક્ષિતસૂરિએ સાધુ થયેલા પિતાના પિતાને, કદર બંધાવ્યું તે પ્રમાણે વૃદ્ધવાદ છે. સર્વે ચારિત્ર પાત્ર સાધુઓને લેક ખરેખર આધાર રૂ૫ છે, તેથી લેક વિરૂદ્ધ અને ધર્મ વિરૂદ્ધ સર્વે તજવું. પ્રશમરતિ ૧૩૧ શરીર સાધન રૂપ છે, અને શરીર સાધન લેકાધીન છે, તેથી સમ ચારિત્રને હાની ન પહોંચે, તેમ લેકને અનુસરવું, પ્રશમરતિ ૧૩૨ જે જે દેષથી અન્યજન અનુપકારી અને અત્યંત ખિન્ન થાય, તે તે દેષના સ્થાને સદાય પોતેજ પ્રયત્નથી પરિહરવા. પ્રથમ ૧૩૩ સાધુ-બે અને સાધ્વી ત્રણ વિચરે. એકલા વિચરે નહિ, તે કલ્પસૂત્રમાં છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy