SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પીપાસા–શુદ્ધ પાણીના અભાવે તરસથી થતી વેદના સંભાવે સહન કરે તે. ૩ શીત-શિયાળામાં પુષ્કળ ટાઢથી થતી વેદના સંભાવે સહન કરે, તેમ અગ્નિસેવન ઈચ્છા ન કરે તે. ૪ ઊણું-ઉનાળામાં પુષ્કળ તાપથી થતી ગરમી સંભાવે સહન કર, તેમ પવન પંખાદિ ન ઈછે તે. ૫ ડેસ-ચોમાસામાં ડાંસ, મચ્છર, જુ, માંકણુદિના ડંખથી થતી વેદના સંભાવે સહન કરે તે. ૬ અચેલક-આગમ શાને મુછ રહિત વસ્ત્રો રાખતાં છતાં ટાઢાદિ દુઃખ સહન કરે, તેમ નવા-જુના વસ્ત્રોથી હર્ષશોક ન કરે તે. ૭ અરતિ-વિહાર કરતાં ટાઢ-તાપાદિથી થતી અરતિ સંભાવે સહન કરે તે. (૮ કી–સ્ત્રીનાં અંગોપાંગ જોઈ વિકારવાળું મન નહિ કરતાં તેને મોક્ષમાર્ગમાં વિજ્ઞક્ત માની સામું પણ ન જુવે અને મનને સ્થિર રાખે છે. ૯ ચરિયા-એક ઠેકાણે રહેવાથી ઘણા માણસો સાથે રાગ થાય, માટે રામાનું ગ્રામ વિહાર કરે તે. ૧૦ નૈષધિકી-શૂન્યગ્રહ, શ્મશાન, સર્પબિલ, સિંહગુફા વિગેરે સ્થાને કાઉસ્સગ ધ્યાને રહેતાં, હિંસક પ્રાણુઓથી થતા ઉપસર્ગથી ડરે નહિ તે. ૧૧ શમ્યા-(વસ્તિ) શીત, ઉષ્ણ, બરસટ, ખાડા ખેયાવાળી અગર સુકોમળ ગમે તે મળે છતાં હર્ષ-ખેદ કરે નહિ તે. ૧૨ આકેશ-કેઈ કડવાં વચન બેલે, ગાળ બેલે, તિરસ્કાર કરે તે પણ સામો ઉત્તર ન આપતાં સંભાવે સહન કરે છે. ૧૩ વૃદ્ધ-કઈ પાટુ, ગડદા, ચાબુક, લાકડી, વિગેરેના પ્રહાર કરે તેને સામે પ્રહાર ન કરતાં સંભાવે સહન કરે તે. ૧૪ યાચના-નીચ–ઉંચ ઘેર ભીક્ષા લેવા જતાં અગર કાંઈ વસ્તુને ખપ હોય તે માગતાં લજા ન આણે તે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy