SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૨) કોઠાની સમજુતી ક્ષમાદિક દશ પ્રકારના યતિધર્મને ધારણ કરનાર નિર્પ્રથમુનિજનો આ કોઠામાં જણાવ્યા મુજબ પૃથ્વીકાયાદિક જીવોની દશ પ્રકારે વિરાધના કરે નહિ, તેમાં પાંચ સ્થાવરની અને ચાર પ્રકારના ત્રસની તેમજ અજીવને પણ જીવબુદ્ધિથી વિરાધે નહિ તેથી દશને દશે ગુણતાં ૧૦૦ ભેદ થાય. જે ઇન્દ્રિયને વશ બની ઉકત દર્શાવધ આરંભ સેવાય છે, તે પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ મુનિજનો અહોનિશ કર્યા કરે છે, તેથી ૧૦૦ ને પાંચે ગુણતાં ૫૦૦ ભેદ થયા. આહારાદિક ચાર પ્રકારની સંજ્ઞાને આધીન થવાથી ઉકત ઈન્દ્રિયોને વશ થઈ આરંભ સેવાય છે, તે ચાર સંજ્ઞાને જીતી લેવાથી ૫૦૦ ને ચારે ગુણતાં ૨૦૦૦ ભેદ થયા. મન, વચન અને કાયાના દંડથી (દુપ્રણિધાનથી) આરંભ સેવાય છે, તે ત્રણે દંડો નિવારી તેને કબજે કરાવવાથી ૨૦૦૦ ને ત્રણે ગુન્નતા ૬૦૦૦ ભેદો થાય છે. ઉકત રીતે મન, વચન અને કાયાથી મુનિજનો જાતે આરંભ સેવે નહિ, અન્ય પાસે સેવરાવે નહિ તેમજ સેવનારને અનુમોદે નહિ તેથી ૬૦૦૦ ને ત્રણે ગુણતાં ૧૮૦૦૦ ભેદ થાય છે. ઇરિયાવહિના ૧૮૨૪૧૨૦ ભાંગા. અઢાર લખ ચોવીશ સહસ, એકસો વીશ જાણ; ભાંગા ઇરિયાવહિતણા, આંકે આપ પ્રમાણ. મનહર છંદ પાંચસો ત્રેસઠ ભેદ જીવોના જે જાણો તેને, અભિહયાથી માંડીને દશપદે ગણસો, છપન સો ત્રીશ થયા તેને રાગ દ્વેષે ગણી, તેની સંખ્યા મન વચ કાર્ય ગુણ કરશો; કરવું કરાવવું ને અનુમોદવું એ ત્રણ; ॥ ૧ ॥ કારણવડે ગણીને આંકે અનુસરશો; તિકાળ અને અત્યંત સિદ્ધ સાધુ દેવ ગુરૂ, આત્મસાક્ષી રૂપ એમ લલિત તે ધરશો. તે ભાંગે કરેલ ખરા ખમતખામણાં-તે તો મૃગાવતી સાધ્વીએ કર્યા કે જે ત્રિકરણ શુદ્ધે ઇરિયાવહિયા પડિક્કમતાં તેના (૧૮૨૪૧૨૦) મિચ્છામિદુક્કડં દેતાં કેવળજ્ઞાનને પામ્યા. ઇરિયાવહિના બમણા (૩૬૪૮૨૪૦) ભાંગા વિચાર સિત્તરી ગ્રંથમાં, ટીકા તેહ જણાય, જાણ અજાણ બેઉ ગણે, બમણી સંખ્યા થાય. અઢાર હજાર પદો - આચારાંગ પ્રથમ હતા, પદોઅઢાર હજાર; સેનપ્રશ્ન બાશી માહિ, સૂચવ્યો એવો સાર. અઢાર દીક્ષાને અયોગ્ય પુરૂષો મનહર છંદ આઠ સાઠ વર્ષનોને ઉભય કલિબ ભૂરિ, નૃ કલિબ જડ જાતિ રોગી ચોર જાણવા,
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy