________________
( ૯૦ ), અજ્ઞાન અને મેહરૂપ અંધકારને દૂર કરવા સૂર્ય સમાન સમર્થ એવા, જ્ઞાનગુણને મારે વારંવાર નમસ્કાર છે !
આત્માની સંપૂર્ણ શાક્ત જેનાવડે પ્રાપ્ત થયેલી છે એવા, તે સંયમવીર્યને માટે વારંવાર નમસ્કાર હો !
અષ્ટવિધ કર્મરૂપી વનને ઉખેડ નાંખવા કુંજર સમાન એવા, તીવ્ર તપ સમુદાયને માટે વારંવાર નમસ્કાર હે !
એવા નવપદે નિષ્પન્ન શ્રી સિદ્ધચક્ર મહારાજને મારે વારંવાર નમસ્કાર હે !
એમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ નરભાવ પાવે. જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે; સવિ દ્વરિત સમાવે, વિવે જયકાર પાવે. નેમ રાજુલના નવ ભવ.
મનહર છંદ. આદ્ય ધન ધનવતી બીજે બે સૌધર્મ દેવ.
ચિત્રગતિ રત્નવતી ત્રીજા ભવે થયા તે, ચોથે બન્ને ચેથાદેવે પાંચમે અપરાજિત
પ્રીતિમતી છઠે બેઉ આરણમાં ગયા તે સાતે શંખ યમતિ આઠમે અપસજિ તે.
બેઉ ચોથા અનુતરે લાંબા સુખે રહ્યા તે; નવે નેમિ રાજમતિ લલિત દૈ શુદ્ધ સતિ..
પામ્યા બે પંચમ ગતિ વિવરીને કહયાં તે; એ ૧ વાસુદેવ ગતિ–નવે વાસુદેવ નિશ્ચયે, પૂર્વ નિયાણું પાય;
આભવ માંહે એ સવી, જરૂર નરકે જાય. બળદેવ ગતિ-નવ બળદેવે પૂર્વનું, નહિં નિયાણું પાય;
આ ભવ માંહે એ સવી, સ્વર્ગ કે શિવપુર જાય. પ્ર. વાસુદેવ-નવે પ્રતિવાસુદેવ પણ, વાસુદેવની જેમ,
ગતિ- કરી કુકમ નરકે ગયા, શાસ્ત્ર શાખ છે એમ.