SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) ૭ કુંભાર જેવું-એટલે જેમ કુંભાર ઘી ભરવા તથા પ્રતિષ્ઠા વિગેરે ઉત્તમ કામ માટે ઘડા બનાવે તે પૂજનીય ગણાય, અને જે દારૂ વિગેરે હલકી વસ્તુ ભરવા ઘડા બનાવે તે નિંદનીય ગણાય, તેમ છવ એ કર્મના ઉદયથી ઉંચ કુળમાં આવે તે શ્રેષ્ઠ કહેવાય અને નીચ કુળમાં આવે તે નિંદનીય થાય. એ કર્મને જીવના અણુલઘુગુણને રોકવાને સ્વભાવ છે. ૮ ભંડારી જેવું-એટલે જેમ ભંડારી પ્રતિકુળ હોય તે રાજા દાન આપવાની ઈચ્છા કરે છતાં આપી શકે નહિ, તેમ એ અંતરાયકર્મ જીવના અનંત દાન, લાભ, ભેગ, ઉપગ અને વિર્ય એવી અનંત શક્તિના ગુણને રોકવાને તેને સ્વભાવ છે. આ આઠ વસ્તુને જે સ્વભાવ છે, તે આ કર્મને જાણવે. આઠે કર્મની પ્રકૃતિને વિસ્તાર. ૧ પહેલાની પાંચ-મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન પર્યવજ્ઞાન-કેવળજ્ઞાન. ૨ બીજાની નવ ચક્ષુદર્શન–અચક્ષુદર્શન–અવધિદર્શનકેવળદર્શન-નિદ્રા-નિદ્રાનિદ્રા–પ્રચલા–પ્રચલા પ્રચલા-થીણુદ્ધિ. ૩ ત્રીજાની બે–શાતવેદની-અશાતાદની, ૪ ચેથાની અાવીશ-૨૫ ચારિત્રમોહનીની (૧૬ કષાય-૬ હાસ્યષટક-૩ વેદ.) ૩ દર્શન મેહનીની ( સમકિતમિશ્ર–અને મિથ્યાત્વ મોહની.) ૫ પાંચમાની ચાર-દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી ચાર ગતિરૂપ. ૬ છઠ્ઠાની એક સે ત્રણ-૪ ગતિ–૫ જાતિ-શરીરાદિકના લેદ-૬ સંઘયણ ૬ સંસ્થાન-૨૦ ચારવદિકના લેહ-૪ અનુપૂર્વી
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy