________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 641 જોઈએ. તથાહિ મધુર સ્વરેને કરનારે ઉત્તમ ઢેલ, મૃદંગ, નાની સાઈઝને ઢેલ, ચામડાથી મઢેલ કળશ, કાચબાના આકાર જેવું વાજિંત્ર, વિષ્ણુ, વિપંચી, ૧૯કલી, સુઘોષ (ઘંટ વિશેષ) નંદિ (જેમાં બંભા, મુકુંદ, મઈલ, કદંબ, ઝાલર, હુડુk, કંસાલ, કલહ, તલીમા, વસ, શંખ અને ઢેલ), દીલરૂબા, બંસરી, લૂગક, વાંસનું વાજિંત્ર, તન્વી, સારંગી, તાળીઓ, મંજીરા, ત્રુટિત આદિ વાજિંત્રે સાંભળવામાં અત્યાસક્ત ન થવું. તથા નટ, નૃત્ય, દેરી પર નાચનારા, મલયુદ્ધ કે મુષ્ટિયુદ્ધ કરનારા, હાંસી-મજાક કરનારા વિદૂષકે, ગાન્ધર્વો, વિદ્યાના ઉસ્તાદ, કુદકા મારનારા, કથા કહેનારા, રાસડા કે ગરબા લેનારા ભાંડ, ભવૈયા તથા ખેલકૂદમાં મસ્ત ન બનવું. તથા કાનમાં કુંડળ, ગળામાં હાર, હાથમાં ખણખણાટ કરતી બંગડીઓ, કમરમાં પટ્ટો, કેડમાં કંદરે, ઘુઘરીઓથી મુખરિત થયેલા ઝાંઝરે આદિ આભૂષણેને ધારણ કરેલી, મસ્ત ચાલથી ચાલતી સ્ત્રીઓની વાતોને, મજાકને, હાસ્યને કે તાળીએ પાડતી શૃંગારની વાત કરનારી મુગ્ધાઓને સાંભળે નહિ, તેની ઈરછા પણ કરે નહિ, ઈત્યાદિક મને અર્થાત મનમાં મસ્તી, આંખમાં ખુમારી, દિલ અને દિમાગને ભગાડનારી સ્ત્રીઓની વાત સાંભળવી નહિ. સારાંશ કે રાગને વધારનારા, ઉદીણું કરાવનારા શબ્દોમાં આસક્તિ, ગૃદ્ધિ, મેહ કે રાગ રાખ નહિ. દીક્ષા પહેલા સાંભળેલા ગીત, નૃત્ય, રાસડાઓ, ગરબાઓ આદિને સ્મૃતિમાં પણ લાવવા નહિ, તેવી જ રીતે અમનેઝ એટલે મનને ન ગમતાં શબ્દ પર દ્વેષ– રોષ પણ