________________ 78 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હાથ મૂકીને વિચારવાની આદત કેળવીએ તે હૈયામાં રહેલી બુદ્ધિરૂપ જજનું જજમેંટ સાંભળવામાં આવશે કે, ઉપરના માર્ગે જવા કરતાં દૈવી સંપત્તિના માર્ગે જતાં ભલે હું ગરીબ રહ, લુખા રેટલા-ખાઉં, સત્તા કે શ્રીમંતાઈ વિનાનો રહુ તે પણ, મારા નિમિત્તે એકેય જીવની હત્યા થાય કે, મરેલા જીનું કબ્રસ્તાન મારૂં પેટ બને તે માગે હું કયારેય જઈશ નહિં. પરિણામે સમ્યગુજ્ઞાનની માત્રા વધશે અને સમ્યફચારિત્ર ભાગ્યમાં રહેશે. અન્યથા સદ્વિવેકની પ્રાપ્તિના અભાવમાં અજ્ઞાન, સાશયિક અને વિપરીત જ્ઞાનની માત્રા ક્રમશઃ વધશે, અને પરિણામે તેમની વૃત્તિઓ, અધ્યવસાય, લેગ્યાઓ અને સ્વભાવમાં વધારે પડતાં ક્રૂરતાને પ્રવેશ થતાં કેઈક સમયે ક્રોધમાં આવીને, અભિમાનમાં ધમધમીને, માયામાં લપટાઈને, લેભ રાક્ષસના ચક્રાવે ચઢીને, હાંસી–મશ્કરી, રતિ-અરતિ અને શેક-સંતાપ તથા વૈર-વિરોધમાં આવીને પણ અશરણ, અનાથ અને દયાપાત્ર એકેન્દ્રિયાદિ જીની હત્યા કરશે અને ક્રમશઃ તે હિંઅકર્મ વધતાં માનવના જીવનને જ પૂર્ણરૂપે હિંસક બનાવવા માટે સમર્થ બનશે. આવું કરવામાં વિશિષ્ટ કારણો ક્યા કયા? સૂત્રકાર સુધર્માસ્વામીએ તેના પાંચ કારણો પ્રતિપાદિત કર્યા છે. (1) વેદમાં કહેલી ધર્મ ક્રિયાઓને કરવા માટે. (2) જીવન જીવવાને માટે.