SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ 70 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સ્થાવર જીની હત્યા - સ્થાવર છે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય ભેદે પાંચ પ્રકારના છે. તેઓનું વર્ણન સૂત્રકાર આ પ્રમાણે કરી રહ્યાં છે - (1) સત્તાને આ પાંચ પ્રકારના જીવેને રક્ષક કોઈ નહિ હેવાના કારણે તે બિચારા સર્વથા અને સર્વદા રક્ષા વિનાના છે. | (2) સમરને-આ જીવોને શરણ દેવાવાળાઓનો સર્વથા અભાવ હોવાથી પુણ્યહીન આ બિચારા જ નિઃસહાય છે. (3) કળા-સર્વદા નાથ વિનાના આ છ દયાપાત્ર છે. (4) વંઘવે એમને કોઈ મિત્ર નથી, બાંધવ નથી માટે સહાય વિનાને છે. - (1) નિજ વં:-મહાભયંકર, નિકાચિત, સ્થિતિ અને રસ કર્મવાળા હેવાથી, આઠે કર્મોની બેડીમાં જકડાયેલા છે, માટે જ તેમનું છેદન-ભેદન થાય, કુહાડા કે છરીથી કપાય, પાંદડા, ડાળ કે ફળે તેડાય, બફાય, કારેલા-કંકોડાની છાલ ઉતારાય, ભીંડા-ગલકાના પેટમાં ચપુથી ચીર દેવાય, અન્દર મીઠું-મરચું ભરાય, ખદબદ કરતાં પાણીમાં બફાય, પત્થરથી પીસાય; કેરી, પપૈયાની ચપુવડે ખાલ ઉતારાય, ગેહું-ચણ વગેરે ઘંટીમાં દળાય, આદિ હજારે લાખ પ્રકારની ભયંકર વેદનાઓ તેમને ભેગાવ્યા વિના બીજો માર્ગ નથી, તેમ છતાં તેમને અભયદાન દેનાર કેઈ નથી.
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy