SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છતાં પરાધીનતાને લઈને ભૂખ-તરસ-ઠંડી-ગરમી સહન કરવી પડે, બ્રહ્મચર્યની ઈચ્છા ન હોવા છતાં તે પાળવું પડે, દેખાદેખી કે ખરા ટોપરા જેવી દાનતથી પણ ઉપચારદષ્ટિએ દાન આપવું પડે, અથવા ત્રાદ્ધિ, સમૃદ્ધિની લાલસાએ કંઈક આપવું પડે ત સાધારણ પુણ્ય કહેવાય છે, જેનાથી બીજા ભવે પૈસે ટકે મળે, પણ જીવનમાં સમતા, મનમાં શાંતિ, હૈયામાં ઠંડક, આંખોમાં નિર્વિકારતા અને કલેજામાં સ્વચ્છતા મળતી નથી. માનવશરીર મળે છે પણ માનવતા, સજજનતા અને મહાજનતા નથી મળતી. તે પછી આર્યદેશ, આર્યકુળ, આર્યભાષા કે જૈનત્વના સંસ્કાર ક્યાંથી મળવાના હતા? (૨) વિશેષ પુણ્ય–સંસાર અને તેના વૈભવ-વિલાસ પાપ જ છે, એમ સમજીને સમ્યગૃજ્ઞાનપૂર્વક પિતાના સ્વાધીન દ્રવ્યનું સત્કાર્યોમાં–પવિત્ર કાર્યોમાં દાન પુણ્ય કરવાથી, યુવાવસ્થાની વિદ્યમાનતામાં જ વ્રત વિશેષથી શરીર, મન અને આત્માને પવિત્ર કરવાથી વિશિષ્ટ પ્રકારનું પુણ્ય બંધાય છે, જેનાથી ભવાંતરમાં આર્ય ખાનદાન અને જૈનત્વપૂર્વક જૈન ધર્મની આરાધના સુલભ બને છે. આધ્યાન તથા રૌદ્રધ્યાન વિનાનું જીવન મળે છે અને જીવનમાં ધાર્મિકતાની પ્રાપ્તિ સાથે શાંતિ-સમાધિ અને ધૈર્યની સુલભતા મળે છે. નવ પ્રકારે બંધાયેલું પુણ્ય ૪૨ પ્રકારના ઉત્તમ ફળને દેનારૂં બને છે. (૪) પાપ તત્ત્વ: પુણ્ય તત્ત્વથી સર્વથા વિપરીત પાપતત્વ કહેવાય છે. જે કિયાએ તથા માનસિક પરિણામેવડે આત્મા ભારે બને, દુઃખનું સંવેદન થાય, દુર્ગતિ તરફ પ્રસ્થાન કરે અને જીવનને દૂષિત કરે તે પાપ તત્ત્વ છે. “લાત્માન વાતથતિ ર રર પ્રતિ કથાયતતિ Hig[ '' હિંસા-જઠ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy