SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૭૭ બધું જ નકામું! મૂળ વસ્તુ ન માનીએ ત્યાં સુધી તેના પેટા વિભાગે ગમે તેટલા માનીએ તે ય શું લાભ? નહીં તે પછી “સીતાના હરણ” જેવી વાત થાય! . સીતાનું હરણ - એક ગામમાં એક ગેરમહારાજ રામાયણ વાંચતા લોકોને ખૂબ “રસ આવે કથા માં કેને રસ ન આવે પણ જ્યાં તત્ત્વની વાત આવે કે ખસખસ થઈ જાય ને ! ઘણું શ્રોતાઓ આવે તેમાં એક ભેળાશંકર પણ આવતા હતા. એક દિવસ ગોરમહારાજે વાર્તામાં કહ્યું કે “સીતાનું હરણ” થયું. ભેળાશકરના તે આશ્ચર્યને પાર જ ન રહ્યો રોજ કથામાં જાય અને રાહ જુએ કે હરણની સીતા ક્યારે થશે? ભેળાશંકર દરરોજ ધ્યાન દઈને સાંભળે પણ કયારે પણ એવી વાત ન આવી કે હરણમાંથી પાછા સીતાજી બન્યા. છેવટે રામાયણ પૂરું થવા આવ્યું હતું. સીતાજી ધરતીમાં પેસી ગયા. તે વાત પણ આવી તો ય ભેળાશંકરને - એ સાંભળવા ન મળ્યું કે હજણમાંથી સીતાજી પાછા ક્યારે થયા? હવે ભેળાશંકરથી ન રહેવાયું એટલે તેણે પૂછી નાખ્યું “ભટ્ટજી! આ બધી વાત તે ખરી પણ એક વાત તે ભૂલી ગયા લાગે છે? હરણમાંથી પાછા સીતાજી ક્યારે થયા તે તે ન કહ્યું ભટ્ટજીને આશ્ચર્ય થયું તે પૂછે ભલા! પણ સીતાજી વળી હરણ ક્યારે થયા હતા ?
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy