SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૨૩ કારણ કે, તમને ગમે તેવી યુકિતથી સમજાવીએ છતાં ય જે એ જ વાત કરવાની હોય કે, એ બધી વાત ખરી પણ અમે તે કંઈ ન સમજી શકીએ; જેટલું જોઈએ તેટલું જ માનીએ તે પહેલાં એ નકકી કરવું પડે ને કે, દેખાઈ તે માનવું કે હેય તે માનવુ ?” આગળ જે નાસ્તિક દર્શનકારની વાત કરી ગયા તેની પણ, એ જ વાત છે કે “જે દેખાય તે જ માનવુ ન દેખાય તે ન જ માનવું. તેથી બધાં દર્શનકારે ભેગા થઈને સવાલ કરે છે. તે ય તે એક જ રટ્યા કરે છે કે, તમારી બધી ય વાતે સાચી હશે પણ ... “જે દેખાતું નથી તેને કેમ માનવું?” - આ નાસ્તિક દર્શનકારને પૂછે કે, તું જંગલમાં જાય અને કઈ તરતના જન્મેલા બાળકને એકલું અટુલું જુએ તે એ બાળકના કેઈ મા-બાપ હશે એમ માને ખરે કે નહીં ? જે એ બાળકના મા-બાપ નથી એમજ માનતે હેય તે મા-બાપ વિના એ બાળકની ઉત્પત્તિ થઈ કેવી રીતે? સાક્ષાત્ કે પરંપરાએ કઈ રીતે પણ માતા-પિતાના સંગની જરૂર ન હોય તેમજ તું માનતે હેાય તે તું માટીમાંથી પણ એવું બાળક પેદા કરી જ શકે ને? કરી આપે છે.” ત્યારે આખરે કહેશે કે, બાળક છે, તે તેના મા-બાપ તે હેવાં જ જોઈએ! બસ, અહીં જ એને પકડવા જોઈએ કે, કેમ ભાઈ તું તે જુએ એને માનનારો છે ને? તે બાળકના માતા-પિતાને
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy