SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ] [ શ્રી સિધપટ, પાછો બ્રહ્મમાં મલી ગયે-વિલીન થઈ ગયે.” પણ આ વાતમાં ય કશું તથ્ય નથી. જે બ્રહ્મમાંથી જ આ આત્મા પેદા થયે છે એમ માનીએ તો બ્રહ્મ કરતા જુદા સ્વભાવવાળો કેમ થયે? બ્રહ્મ તો સર્વવ્યાપી અને દુઃખ-દર્દ વિગેરેથી મુક્ત કહેવાય, તો જીવ કેમ દુખવાળે છે? એક વસ્તુમાંથી છુટી પહેલી બીજી વસ્તુ તે જ મૂળી વસ્તુ કરતાં તદન વિપરીત સ્વભાવવાળી હોય તે છુટી પડેલી મનાતી વસ્તુ અને મૂળી વસ્તુ બંને એકે નથી એમ સિદ્ધ થઈ જ જાય છે, સમજે કે, બે વાસણ એવી રીતે ચોંટી ગયા હોય કે કોઈને ખબર ન પડે પણ કોઈકે જુદા કરી આપ્યા તો શું માનશે ? બીજું વાસણ નહતું પેદા થયું કે પહેલાં હતું તે જ જુદું થયું ? જે પહેલાં નહોતું એવું જ વાસણ છુટું પડયું હોય તો હજી આગળ છૂટા પાડતા જાવ, કેમ અટકી જાવ છો ૧ એક વસ્તુમાં બીજી વસ્તુ છુપાઈ જાય, આપણ તેને ન દેખાય તેવું બને પણ તેથી તેનું અસ્તિત્ત્વ નથી તેમ ન જ કહી શકાય. દિવસે લાઈટ સળગતી હોય તો સૂર્યના પ્રકાશમાં ખબરે ય ન પડે કે લાઈટને પ્રકાશ આવી રહ્યો છે ક નહીં! છતાં ય તે સૂર્યના પ્રકાશ સમયે લાઈટને પ્રકાશ નથી તે કેવી રીતે કહેશે કે માત્ર સૂર્યના પ્રકાશમાં લાઈટને પ્રકાશ છુપાઈ જાય–અભિભૂત થઈ જાય તે બને. તેથી કંઈ લાઈટના પ્રકાશને નાશ થયે તેમ ન કહેવાય. પણ બારી-બારણાં બંધ કરી દે અથવા આકાશમાં વાદળાથી સૂર્ય ઘેરાઈ જાય કે તરત જ તમારી લાઈટને
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy