SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ] [ શ્રી સિદ્ધપદ તો બીજા બંધાતા કર્મો પણ નિકાચિત થાય અને આ જ રીતે સહન કરવા પડે. - તેથી મહાપુરુષોએ કહેલ સુભાષિત યાદ રાખવા જેવું છે કે “બંધ સમય ચિત્ત ચેતીએ ઉદયે શે સંતાપ?” આને અર્થ એ જ છે કે કર્મનો ઉદય આવે સમતાપૂર્વક રહેવું. કારણ કે એક કર્મને ઉદય સમય એ જ બીજા કર્મોને બંધ સમય છે. અર્થાત્ પ્રતિસાય બંધ અને ઉદય ચાલ્યા જ કરે છે માટે સારા કર્મોને ઉદયમાં અભિમાન, ગર્વ, કેધ આદિમાં આવીને તેમ(જ) ખરાબ કર્મના ઉદયમાં શેક, સંતાપ, પીડા, દન કરવા નહીં કારણ કે કર્મોના ઉદય વખતે પણ બંધ ચાલુ જ છે. અને તે કર્મ બંધ શેક–સંતાપ વિગેરે દ્વારા ખરાબ જ પાડવાને. માટે સારા કર્મના ઉદયમાં પણ દીયતા, સહનશીલતા અને ક્ષમાશીલતાયુક્ત રહેવું. જેમ રેગ થઈ ગયા બાદ દવા ન લઈએ, ઓપરેશન ન કરવા દઈએ તે રોગ વધતો જ જાય. તેમ આવા કર્મોના હૃદયમાં પણ જેમ ઓપરેશન કરાવતી વખતે દવા સુંઘીને ભાન અવસ્થામાં પડી રહી છે તે જ રોગ નાબુદ થાય. તેમ અહીં પણ તેવા કર્મોને ઉદયરૂપ રોગમાં સમતા કે હનશીલતાની દવા સુંઘી તે પીડાઓથી બેભાન બેપરવાહ જ થવું પડે તે જ તે રેગ નાબુદ થાય. એકદમ નિકાચિત જેવું નહીં પણ તેના કરતા કંઈક cતરનું કહેવાય એવું પણ એક કારણ છે જેનું નામ નિધત્તિ કરણ છે. - આ કરણ જે કર્મોને લાગે છે તે કર્મોમાં ઉદ્વર્તના અને અપવર્તના સિવાય બીજા કોઈ પણ કરણ લાગી શકે જ ૧.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy