SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૫ બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના નહિ કરતાં કાળક્ષેપ કરે. ત્રણ વખત આદેશ આવવાની અપેક્ષા પર્યન્ત એની મર્યાદા છે. ક્ષણને વિલંબ કરવાથી પહેર મળે છે, પહેરને વિલંબ કરવાથી દિવસ મળે છે અને દિવસને વિલંબ કરવાથી વિશેષ કાળ મળે છે. એ રીતિએ. કાલક્ષેપ કર એ ઉચિત છે. પણ કુણાલને પિતાના પૂર્વભવમાં કરેલું કર્મ એ રીતિએ ભેગવવાનું ભાવિ નિર્મિત થયેલું, હશે, માટે કુણાલે કાલક્ષેપ નહિ કરતાં સાહસ કર્યું. વ્યાકરણને ભણવાની જરૂર આપણે મુદ્દો છે–અક્ષરની વધઘટથી થતા ફેરફારને. “અધયામ”ની જગ્યાએ “થીયા' થવાથી કુણાલની આંખ ગઈ. એક અક્ષરને વધારવાથી જેમ અર્થ ફરે છે, તેમ એક અક્ષરના ઘટાડવાથી પણ અર્થ ફરે છે. “કુન્તી” એટલે પાંડવોની માતા. જે કોઈ અડધો ન કાઢી નાખીને બેલે અને પાંડે સાંભળે, તે એને યમરાજના જ મહેમાન થવું પડે. ને? જેટલા અક્ષરે હોય, તેટલા બધા, એ જે પ્રમાણે હાય. તે પ્રમાણે જ બેલવા જોઈએ. એક માતાએ પોતાના પુત્રને વ્યાકરણને અભ્યાસ કરવાની પ્રેરણા કરતાં કહ્યું હતું કે“यद्यपि बहुनाधी, तथापि पुत्र! पठ व्याकरणम् । स्वजनः श्वजनो माऽभूत, सकलं शकलं सकृच्छकृत् ।।१।" માતા કહે છે કે-દીકરા તું વધારે ન ભણે તે કાંઈ નહિ, પણ તું વ્યાકરણ તો જરૂર ભણ, કે જેથી “સ્વજનના સ્થાને “શ્વજનન થઈ જાય, “સકલ’ના સ્થાને “શકલ”ન થઈ જાય અને “સકૃત 'ના સ્થાને “શકૃત્” ન થઈ જાય. આ ત્રણ શબ્દયુગમાં વર્ણને સામાન્ય માત્ર જ ફેરફાર છે.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy